Site icon

સલૂન 28 જૂનથી ખુલશે, માત્ર હેર કટ થશે, દાઢી તો તમારે જાતે ઘરે જ કરવી પડશે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

26 જુન 2020 

મુંબઈમાં 28 જુનથી સલૂન ખોલવાની પરમિશન રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. પરંતુ માત્ર વાળ કાપી શકતો દાઢી તો તમારે ઘરે જ કરવી પડશે. કોરોના ને લીધે લોકડાઉન જાહેર થયું ત્યારથી રાજ્યમાં બ્યુટી પાર્લર, સ્પા, સલૂન, જિમ બંધ છે. હવે ત્રણ મહિના બાદ સરકારે માત્ર સલૂન ખોલવાની મંજૂરી આપી છે જ્યા માત્ર હેર કટ કરાવી શકાશે એ સિવાયની બીજી કોઈ સેવાઓ સલૂન વાળા આપી શકશે નહીં એમ સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે.. જેમાં સરકાર દ્વારા સોશિયલ ડિસ્ટનસિંગ ને  લઈને આપેલ તમામ ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહેશે..

નોંધનીય છે કે રાજ્યમાં આંશિક લોકડાઉન ઉઠાવ્યા બાદ થોડા ઘણા ક્ષેત્રોમાં દુકાન શરૂ કરવાની છૂટ આપી હતી. પરંતુ સલૂન અને બ્યુટી પાર્લર્સ પર આ મનાઈ ચાલુ રહી હતી. જેને કારણે આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં રોષ હતો. હવે સરકારે માત્ર હેર કટ ની છૂટ આપીને થોડા પ્રમાણમાં આ લોકોને રાહત આપવાનો પ્રયત્ન કર્યો છે, આ સાથે જ સરકારે કહ્યું છે કે 'શરૂઆતમાં નિરીક્ષણ કરવામાં આવશે ત્યારબાદ નક્કી કરાશે કે સલૂન ને વધુ છૂટ આપવી કે નહીં'.

 આમ હવે 28 જૂનથી મુંબઈમાં અને રાજ્યમાં સલૂન ખોલવાની સાથે ધીમે ધીમે જાહેર સેવાઓની શરૂઆત થઈ રહી છે. અત્યાર સુધી આ તમામ વ્યવસાયો ખોલવાની પરમિશન આપવામાં ન આવી હતી કારણ કે આ જગ્યાએ દરરોજ ભીડ ભેગી થતી હોય છે અને સ્પેશિયલ ડિસ્ટનસિંગનું પાલન થતું નથી…. 

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fZf6kD  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

 

 

Perishable Food: મહારાષ્ટ્રના ખેડૂતોને મોટી રાહત: વિદેશમાંથી આવશે આધુનિક ટેકનોલોજી, હવે નાશવંત ખાદ્ય ચીજો મહિનાઓ સુધી ટકશે!
Bihar Elections: એકનાથ શિંદેનો બિહારના મતદારોને સ્પષ્ટ સંદેશ “બિહારમાં ફરી જંગલરાજ ન ખપે!” વિપક્ષ પર આકરા પ્રહાર.
Matheran Mini Train: નેરળ-માથેરાન ઐતિહાસિક મિની ટ્રેન ફરીથી ‘આ’ તારીખથી દોડતી થશે!
Mumbai Cricket Association: MCA ચૂંટણી પર મોટું સંકટ! રાજકીય હસ્તક્ષેપ પર બોમ્બે હાઈકોર્ટ કડક, ઉમેદવારોની યાદી જાહેર કરવા પર તાત્કાલિક રોક.
Exit mobile version