ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
અખિલેશ યાદવે આ અંગેની જાણકારી ટ્વીટ કરીને આપી હતી.
કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અખિલેશ યાદવે પોતાની જાતને આઈસોલેટ કરી દીધા છે અને તેમના સંપર્કમાં આવેલા લોકોને કોવિડ ટેસ્ટ કરાવી લેવાની અપીલ કરી છે
