Site icon

Sambhal Jama Masjid Survey:સંભલમાં શાહી મસ્જિદના સર્વેને લઈને હંગામો, ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો; હિંસામાં આટલા લોકોના થયા મોત, ઈન્ટરનેટ અને શાળાઓ બંધ..

Sambhal Jama Masjid Survey:ઉત્તર પ્રદેશના સંભલની શાહી જામા મસ્જિદમાં કોર્ટના આદેશ પર રવિવારે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સર્વેનો વિરોધ કરી રહેલા દેખાવકારોનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. જે હિંસામાં પરિવર્તિત થઇ હતી. ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ગોળીઓ ચલાવવામાં આવી અને આગચંપી પણ થઈ. આ હિંસામાં ત્રણ યુવકોના મોત થયા છે.

Sambhal Jama Masjid Survey Clashes erupt in UP's Sambhal over mosque survey

Sambhal Jama Masjid Survey Clashes erupt in UP's Sambhal over mosque survey

News Continuous Bureau | Mumbai

Sambhal Jama Masjid Survey:રવિવારે ઉત્તર પ્રદેશના સંભલની શાહી જામા મસ્જિદમાં સર્વે દરમિયાન  હંગામો થયો હતો. મસ્જિદના સર્વેનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું અને પોલીસકર્મીઓ પર પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન ગુસ્સે ભરાયેલા ટોળાએ આગચંપી પણ કરી હતી અને આ હિંસામાં ત્રણ લોકોના મોત થયા હતા અને સબ-જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિકારી સહિત 20 લોકો ઘાયલ થયા હતા. પથ્થરમારો કર્યા પછી, પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા અને હળવા બળનો ઉપયોગ પણ કર્યો.

Join Our WhatsApp Community

Sambhal Jama Masjid Survey: સંભલ તાલુકામાં ઈન્ટરનેટ સેવાઓ બંધ 

જોકે વધતી હિંસાને જોતા સંભલ તાલુકામાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે અને ધોરણ 12 સુધીની તમામ શાળાઓને સોમવાર સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો કે પોલીસના જણાવ્યા અનુસાર સ્થિતિ કાબુમાં આવી ગઈ છે પરંતુ પોલીસ હજુ પણ ત્યાં તૈનાત છે.

Sambhal Jama Masjid Survey:સંભલ હિંસામાં ત્રણ યુવકોના મોત થયા હતા

મુરાદાબાદ ડિવિઝનના કમિશનર અંજનેય કુમાર સિંહે કહ્યું કે આ હિંસામાં 20 થી 25 વર્ષની વયના ત્રણ લોકોના મોત થયા છે. હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો કહી રહ્યા છે કે પોલીસકર્મીઓએ ગોળીબાર કર્યો હતો અને પોલીસ કહી રહી છે કે બદમાશોના ગોળીબારના કારણે તેમનો જીવ ગયો હતો.  બીજી તરફ આ હિંસા કેસમાં કુલ 21 લોકોની અટકાયત કરી છે, જ્યારે અટકાયત કરાયેલા લોકોના ઘરેથી હથિયારો મળી આવ્યા છે. આ ઉપરાંત અટકાયત કરાયેલા લોકોના મોબાઈલ ફોનની કોલ ડિટેઈલ અને અન્ય વિગતોની તપાસ કરવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Train Jugaad video : ખીચોખીચ ભરેલી હતી ટ્રેન, કુલી એ મુસાફરોને ટ્રેનમાં ચડાવવા લગાવ્યો આ જુગાડ; વિડીયો જોઈ લોકો રહી ગયા દંગ…

મહત્વનું છે કે ટીમ શુક્રવારે સવારે 7.30 વાગ્યે મસ્જિદનો સર્વે કરવા પહોંચી હતી. ટીમ અંદર ગઈ, પરંતુ તેઓ બહાર આવે તે પહેલા જ ત્યાં હંગામો શરૂ થયો. કેટલાક લોકો આવ્યા અને પથ્થરમારો કરવા લાગ્યા. 20 વર્ષની ઉંમરના છોકરાઓના હાથમાં પથ્થરો હતા જે પોલીસ તરફ સંપૂર્ણ ક્રૂરતા સાથે ફેંકવામાં આવી રહ્યા હતા.

Sambhal Jama Masjid Survey:હરિહર મંદિરનો દાવો કરતી અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી

તમને જણાવી દઈએ કે હિંદુ પક્ષ તરફથી જામા મસ્જિદને હરિહર મંદિર હોવાનો દાવો કરતી અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર સુનાવણી કરતા કોર્ટે સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટના આદેશ પર, 19 નવેમ્બરની રાત્રે મસ્જિદમાં સર્વે કરવામાં આવ્યો હતો અને સર્વે કરવા માટે ટીમ રવિવારે ફરીથી મસ્જિદ પહોંચી હતી. આ સર્વે માટે મસ્જિદ કમિટીએ પણ પોતાની સંમતિ આપી દીધી છે અને બંને પક્ષકારોની હાજરીમાં મસ્જિદનો સર્વે કરવામાં આવી રહ્યો છે. જો કે, રવિવારે ઉશ્કેરાયેલા ટોળાએ મસ્જિદની બહાર ઉભેલા પોલીસકર્મીઓ પર પથ્થરમારો કર્યો હતો.

 

 

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Bihar Election Result 2025 LIVE: બિહાર ચૂંટણી પરિણામ 2025 LIVE: શરૂઆતી વલણોમાં NDA આગળ, RJD આપી રહ્યું છે કડક ટક્કર
Exit mobile version