ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ નગરસેવક અને હાલ જેની પત્ની ભાજપની નગરસેવક છે તેવા સમીર દેસાઈએ શિવસેનામાં પ્રવેશ કર્યો છે.
સમીર દેસાઈ ગોરેગામ વિસ્તારથી નગર સેવક હતા અને અત્યારે તેમની પત્ની રાજુલ દેસાઈ ભાજપના નગરસેવિકા છે.
તેમણે માતોશ્રી ખાતે ઉદ્ધવ ઠાકરે ની હાજરીમાં શિવસેના પ્રવેશ કર્યો
ઉત્તર મુંબઈ ભાજપને આ મોટો ઝટકો છે સમીર દેસાઈ દિવંગત કોંગ્રેસના નેતા ગુરુદાસ કામત ના ભાણીયા છે.
શિવસેનામાં પ્રવેશ સમયે તેણે કહ્યું કે ભાજપમાં આંતરિક વિખવાદ થી કંટાળીને તેણે પાર્ટી છોડી.
