હું મરાઠી, મને ન્યાય આપો! આ અભિનેત્રીએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખી, કરી આ માગણી; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 ઑક્ટોબર, 2021
શુક્રવાર    
આર્યન ખાનના ડ્રગ્સ પ્રકરણની તપાસ કરી રહેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના અધિકારી સમીર વાનખેડેને લગતો રોજ નવો વિવાદ બહાર આવી રહ્યો છે. હવે તેમના પરિવાર પર પણ હવે ગંભીર આરોપ થઈ રહ્યા છે. એથી સમીર વાનખેડેની અભિનેત્રી પત્ની ક્રાંતિ રેડેકર હવે પોતાના પતિના બચાવમાં આગળ આવી છે. તેણે પોતાના પતિ પર થઈ રહેલા તમામ આરોપ ફગાવી દીધા હતા. એટલું જ નહીં, ક્રાંતિએ હવે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે કે ‘હું મરાઠી છું. એક મરાઠી મુલગી હોવાથી તમારી પાસે મદદ, ન્યાયની અપેક્ષા રાખું છે. મને ન્યાય આપો.’

સારા સમાચાર : દસ્તાવેજોના વેરિફિકેશન માટે હવે રખડપટ્ટીથી મળશે છુટકારો, મુંબઈ યુનિવર્સિટીએ કર્યું પૉર્ટલ લૉન્ચ, દસ્તાવેજો થશે ઑનલાઇન ચેક; જાણો વિગત

ક્રાંતિ રેડેકરે પોતાને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની બહેન સમાન ગણાવીને પત્રમાં લખ્યું  છે કે ‘મરાઠી માણસના હક માટે લડનારી શિવસેનાને જોઈને હું મોટી થઈ છું. છત્રપતિ શિવાજી  મહારાજ અને હિંદુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરેના આદર્શ લઈને હું મોટી થઈ છું. કોઈ પર અન્યાય કરવો નહીં અને પોતાના પર થનારો અન્યાય સહન કરવો નહીં એ તેમણે શીખવ્યું છે. એ સબકને આંખ સામે રાખીને હું મારા અંગત જીવન પર થઈ રહેલા હુમલો કરનારા સામે હું મક્કમ રીતે ઊભી છું. એક મહિલા પર અને તેના પરિવાર પર થઈ રહેલા  અંગત હુમલો એ રાજકારણનું ગંદું સ્વરૂપ છે. આજે શિવસેનાપ્રમુખ નથી, પણ તમે છો. તમારા પર મારા પૂરા પરિવારને વિશ્વાસ છે. તમે કોઈ દિવસ મારા પર અને મારા પરિવારને અન્યાય થવા દેશો નહીં.’
 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment