News Continuous Bureau | Mumbai
નાગપુર અને મુંબઈને જોડતા હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે સમૃદ્ધિ હાઈવેના 80 કિલોમીટર લાંબા . શિરડીથી ભરવીર ઘોટી સુધીનો વિભાગના બીજા તબક્કાનું ઉદ્ઘાટન આગામી શનિવારે એટલે કે 26 મેના રોજ થશે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં બપોરે 3 વાગ્યે હાઇવેનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
આ તારીખથી વાહનવ્યવહાર માટે ખોલવામાં આવશે
મહારાષ્ટ્રની રાજધાની અને ઉપ રાજધાનીને ટૂંકા સમયમાં જોડતા સમૃદ્ધિ હાઈવેના પ્રથમ તબક્કામાં 520 કિલોમીટર લાંબા નાગપુરથી શિરડી હાઈવેનું ઉદઘાટન ગયા વર્ષે 11 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ પ્રથમ તબક્કાને વાહનચાલકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હવે શિરડીથી ભરવીર સુધીનો 80 કિલોમીટર લાંબો બીજો તબક્કો 26 મેથી વાહનવ્યવહાર માટે ખોલવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો કૂનો નેશનલ પાર્કમાંથી વધુ એક દુઃખદ ખબર, માદા ચિત્તા જ્વાલાના બચ્ચાનું નીપજ્યું મોત, અત્યાર સુધીમાં ટોટલ 4ના મોત, હવે માત્ર આટલા બચ્યા..
600 કિમીની મુસાફરી આટલા કલાકમાં થશે
સમૃદ્ધિ હાઇવેના બીજા તબક્કાની શરૂઆત બાદ નાગપુરથી ઇગતપુરીના ઘોટી સુધીના લગભગ 600 કિલોમીટરના ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વેની સફર સાડા પાંચથી છ કલાકમાં પૂર્ણ થશે. હાલમાં નાગપુરથી શિરડી જે અંદાજે 520 કિમીની મુસાફરી કરવામાં વાહનચાલકોને લગભગ 5 કલાક લાગે છે. વધુમાં, 80 કિમીની મુસાફરી 45 મિનિટમાં પૂર્ણ કરી શકાય છે. સમૃદ્ધિની શરૂઆત થતાં હાઇવે પર અકસ્માતો પણ વધ્યા છે. આ અકસ્માતોને રોકવા માટે અહીં સ્પીડ કંટ્રોલર લગાવવામાં આવ્યા છે.
ગેમ ચેન્જર પ્રોજેક્ટ
સમૃદ્ધિ હાઈવે મહારાષ્ટ્રના આર્થિક વિકાસને વેગ આપવા માટે ગેમ ચેન્જર સાબિત થશે. 55,000 કરોડના ખર્ચે બનેલો 702 કિમીનો સમૃદ્ધિ હાઇવે રાજ્યના 10 જિલ્લા, 26 તાલુકા અને 392 ગામોમાંથી પસાર થાય છે. નાગપુરથી મુંબઈ સુધી સમૃદ્ધિના પ્રવાહ માટે વર્ષના અંત સુધી રાહ જોવી પડશે. જો કે, ઇગતપુરીથી ભિવંડી સુધીના ત્રીજા તબક્કાનું કામ પણ પૂરજોશમાં શરૂ થઈ ગયું છે. એમએસઆરડીસીએ તેને ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.