Samruddhi Mahamarg: દિવાળી દરમિયાન સમૃદ્ધિ હાઈવે પર સર્જાઈ રેકોર્ડ બ્રેકિંગ ટ્રાફિક… એક જ દિવસમાં દોડી આટલી કારો… જાણો વિગતે..

Samruddhi Mahamarg: વિકાસના માર્ગ તરીકે ઓળખાતો સમૃદ્ધિ હાઈવે હંમેશા અકસ્માતોના કારણે ચર્ચામાં રહે છે. અત્યાર સુધી સમૃદ્ધિ પર અનેક અકસ્માતો થયા છે અને ઘણા લોકોએ તેના કારણે સરકારની ટીકા કરી છે. જો કે હવે આ હાઇવે મુસાફરો માટે વરદાન સમાન જોવા મળી રહ્યો છે. કારણ કે, છેલ્લા એક મહિના દરમિયાન હાઇવે પર વિના અકસ્માત રેકોર્ડ સંખ્યામાં વાહનો દોડ્યા છે….

by Bipin Mewada
Samruddhi Mahamarg Record breaking traffic on Samriddhi Highway during Diwali... so many cars run in a single day

News Continuous Bureau | Mumbai

Samruddhi Mahamarg: વિકાસના માર્ગ તરીકે ઓળખાતો સમૃદ્ધિ હાઈવે ( Samruddhi Highway ) હંમેશા અકસ્માતોના કારણે ચર્ચામાં રહે છે. અત્યાર સુધી સમૃદ્ધિ પર અનેક અકસ્માતો ( Accidents ) થયા છે અને ઘણા લોકોએ તેના કારણે સરકારની ટીકા કરી છે. જો કે હવે આ હાઇવે મુસાફરો માટે વરદાન સમાન જોવા મળી રહ્યો છે. કારણ કે, છેલ્લા એક મહિના દરમિયાન હાઇવે પર વિના અકસ્માત રેકોર્ડ સંખ્યામાં વાહનો દોડ્યા છે.

ઘણા લોકોએ દિવાળી ( Diwali ) દરમિયાન સમૃદ્ધિ મહામાર્ગ પર મુસાફરી કરવાનું પસંદ કર્યું હતું . 18 નવેમ્બરે હાઈવે પર 30 હજાર 543 જેટલી કાર દોડી હતી. તેના સ્થાપના પછી આ પ્રથમ વખત છે જ્યારે આટલી મોટી સંખ્યામાં કાર સમૃદ્ધિ હાઇવે પર દોડી છે.

 1લીથી 21મી નવેમ્બરની વચ્ચે આ જ આંકડો વધીને 3 લાખ 82 હજાર 416 થઈ ગયો…

ખાસ વાત એ છે કે આ દરમિયાન કોઈ મોટી દુર્ઘટના બની નથી. માર્ગ અને પરિવહન વિભાગે ( Road and Transport Department ) આ આંકડા જાહેર કર્યા છે. આંકડાઓ અનુસાર, અગાઉ 1 ઓક્ટોબરથી 21 ઓક્ટોબર વચ્ચે આ હાઈવે પર 2 લાખ 65 હજાર 856 કાર દોડી હતી.

આ સમાચાર પણ વાંચો:  Virat Kohli Retirement: શું વિરાટ કોહલી વર્લ્ડ કપ પછી ODI અને T20માંથી નિવૃત્તિ લેશે? સામે આવી ચોંકાવનારી જાણકારી.. જાણો વિગતે અહીં..

હવે 1લીથી 21મી નવેમ્બરની વચ્ચે આ જ આંકડો વધીને 3 લાખ 82 હજાર 416 થઈ ગયો છે. રસપ્રદ વાત એ છે કે આટલી મોટી સંખ્યામાં કારની અવરજવર ( Traffic ) પહેલી વખત થઈ હોવા છતાં આ સમયગાળા દરમિયાન બહુ ઓછા અકસ્માતો થયા છે.

સાથે જ આ હાઈવે ખુલ્લો મુકાયા બાદ અકસ્માતોની સંખ્યા અત્યાર સુધીની સૌથી ઓછી છે. 18 નવેમ્બરના રોજ, સમૃદ્ધિ હાઇવે પર 30,000 થી વધુ વાહનો દોડ્યા હતા, જે એક જ દિવસમાં કાર દ્વારા હાંસલ કરાયેલો સૌથી વધુ આંકડો છે. નવેમ્બર મહિનામાં સમૃદ્ધિ પર 13 અકસ્માતો થયા છે અને બેના મોત થયા છે.

Join Our WhatsApp Community

You may also like