News Continuous Bureau | Mumbai
Samruddhi Mahamarg: મહારાષ્ટ્ર ( Maharashtra ) નો નાગપુર-મુંબઈ સમૃદ્ધિ હાઈવે ( Nagpur-Mumbai Samrudhi Mahamarga ) ગયા વર્ષે ટ્રાફિક માટે ખોલવામાં આવ્યો હતો. રોડ કન્સ્ટ્રકશન કંપની MSRDCએ દાવો કર્યો હતો કે સમૃદ્ધિ હાઇવે માટે M-40 ગ્રેડના સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને લગભગ 20 વર્ષથી રસ્તા પર કોઈ ખાડા જોવા મળશે નહીં. જોકે, આ દાવો એક વર્ષમાં જ ખોટો સાબિત થયો છે. છત્રપતિ સંભાજીનગર નજીક માલીવાડા ઈન્ટરચેન્જ પાસે 50 ફૂટ લાંબી 3 સેમી પહોળી તિરાડ પડી છે, જેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
છત્રપતિ સંભાજીનગર પાસે સમૃદ્ધિ હાઈવેમાં પચાસ ફૂટ લાંબા અને ત્રણ ઈંચ પહોળા તિરાડો પડી ગઈ છે અને શાહપુર નજીક ગામમાં આવતા પુલ પર પણ ખાડા પડી ગયા છે. જેથી હાઇવેના નિર્માણ સામે પ્રશ્નાર્થ સર્જાઇ રહ્યો છે અને અકસ્માતની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. વિરોધ પક્ષ દ્વારા સરકારની આકરી ટીકા કરવામાં આવી રહી છે.
Samruddhi Mahamarg: અકસ્માતોમાં વધુ વધારો થવાની શક્યતા
સમૃદ્ધિ હાઈવે પર સતત અકસ્માતો થઈ રહ્યા છે. હાઈવે પર તિરાડો અને પથ્થરોના કારણે અકસ્માતોમાં વધુ વધારો થવાની પુરી શક્યતા છે. આ અંગે સ્થાનિક ગ્રામજનોએ ચાર દિવસ પહેલા પ્રશાસનને ફરિયાદ કરી હતી. જો કે પ્રશાસને હજુ સુધી કોઈ નોંધ લીધી ન હોવાની માહિતી મળી રહી છે. સમૃદ્ધિ હાઈવેને મહારાષ્ટ્રના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે જોવામાં આવે છે. સમૃદ્ધિ હાઈવે મુંબઈ સુધી પણ લંબાયો નથી અને જો એક વર્ષમાં તેની આવી હાલત થઈ ગઈ તો હવે આગળ શું થશે તેવો પ્રશ્ન વાહનચાલકો કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Manish Sisodia : મનીષ સિસોદિયા પર જામીન પર થવાની હતી સુનાવણી, અચાનક જજે લીધો એવો નિર્ણય; AAP નેતાનો લંબાઈ ગયો જેલવાસ.
Samruddhi Mahamarg: એક વર્ષમાં રોડની હાલત બિસ્માર
મુંબઈ-નાગપુર સમૃદ્ધિ હાઈવેની કુલ લંબાઈ 701 કિલોમીટર છે. તેમાંથી અત્યાર સુધીમાં 625 કિલોમીટરનો રસ્તો વાહનવ્યવહાર માટે ખુલ્લો કરી દેવામાં આવ્યો છે. ત્યારે MSRDCએ ભારે હોબાળો મચાવ્યો હતો અને દાવો કર્યો હતો કે આ રોડ સારી રીતે બનાવવામાં આવ્યો છે. જો કે, પહેલા વરસાદમાં જ સમૃદ્ધિ હાઇવે એટલી ખરાબ હાલતમાં હતો કે વાહન ચાલકોને માથું અથડાયું હતું.