News Continuous Bureau | Mumbai
Sanatan Dharma : તમિલનાડુ (Tamilnadu) ના મુખ્યમંત્રી સ્ટાલિનના પુત્ર ઉધયનિધિ સ્ટાલિને (Udhayanidhi Stalin) સનાતન ધર્મ (Sanatan Dharma) વિશે ટિપ્પણી કરી હતી. જેના કારણે દેશભરમાં તેમનો વિરોધ ( Protest ) થઈ રહ્યો છે. દરમિયાન મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના જબલપુરમાં ભાજપના કાઉન્સિલર દ્વારા ઉધયનિધિ સ્ટાલિનના સનાતન ધર્મ અંગેના નિવેદનનો અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. કાઉન્સિલર જિતેન્દ્ર કટારેએ તેમના પિતા અને તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિન સાથે શહેરના અનેક મંદિરોના ( temple ) પગથિયાં પર ઉધયનિધિના પોસ્ટર (Posters) લગાવ્યા હતા. જેથી ત્યાંથી પસાર થતા લોકો તેને પગે કચડી નાખે.
જુઓ વિડીયો
#सनातन_धर्म पर @Udhaystalin (उदयनिधि स्टालिन) के बयान का जबलपुर में एक भाजपा पार्षद ने अनोखे ढंग से विरोध किया. पार्षद जितेंद्र कटारे ने मंदिर की सीढ़ियों उनका पोस्टर लगा दिया,ताकि आने-जाने वाले लोग उसे पैरों से कुचले.@abplive @BJP4MP @brajeshabpnews pic.twitter.com/gojckwy172
— AJAY TRIPATHI (ABP News) (@ajay_media) September 11, 2023
સીડીઓ પર ચોંટાડવામાં આવ્યા પોસ્ટર
બીજેપી કાઉન્સિલર જિતેન્દ્ર કટારેએ જણાવ્યું કે તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન અને ઉધયનિધિ સ્ટાલિનના પોસ્ટર અખંડ માનસ રામાયણ મંદિર, ગુપ્તેશ્વર મહાદેવ મંદિર, ગેબીનાથ મહાદેવ મંદિર, ગણેશ મંદિર અને અન્ય ઘણા મંદિરો તથા નર્મદા ઘાટ, તિલવારાઘાટ અને ગ્વારીઘાટની સીડીઓ પર ચોંટાડવામાં આવ્યા છે. આ પ્રકારના વિરોધનો હેતુ એ છે કે સનાતની લોકો તેમના ચહેરા પર પગ મૂકીને જાય અને ભગવાનના દર્શન કરે.
આ સમાચાર પણ વાંચો : PM Kisan Yojana: પીએમ કિસાન યોજનાનો ૧૫મો હપ્તો મેળવવા માટે તમામ લાભાર્થી ખેડુતોએ ફરજીયાત ઈ-કેવાયસી કરાવવાનું રહેશે
ભાજપના કાઉન્સિલર કટારેનું કહેવું છે કે ઉધયનિધિ સ્ટાલિને સનાતન ધર્મમાં માનનારાઓનું અપમાન કર્યું છે. આ માટે તેની ગમે તેટલી ટીકા કરવામાં આવે તે ઓછી છે. કટારેએ શહેરના મંદિરોમાં આવી 500 થી વધુ પોસ્ટ પ્રિન્ટ કરીને પેસ્ટ કરી છે.
ભાજપે સાધ્યું નિશાન
અત્રે જણાવી દઈએ કે ‘સનાતન ધર્મના વિનાશ’ની વાત કરનાર ડીએમકેના નેતા ઉધયનિધિ સ્ટાલિનના નિવેદનથી દેશમાં રાજકીય તોફાન મચી ગયું છે. તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનના પુત્ર અને ડીએમના નેતા ઉધયનિધિએ સનાતન ધર્મની તુલના કોરોના, ડેન્ગ્યુ અને સનાતન ધર્મ સાથે કરી છે. તેમણે કહ્યું કે આવા રોગોનો નાશ થવો જોઈએ.ભાજપે સ્ટાલિનના નિવેદનને વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.નો એજન્ડા ગણાવ્યો હતો.