Site icon

Sanatan Dharma : ઉધયનિધિના વિવાદિત નિવેદનનો વિરોધ ચાલુ, આ રાજ્યના મંદિરોના પગથિયાં પર DMK નેતાના ચોંટાડયા પોસ્ટર, જુઓ વિડિયો.. .

Sanatan Dharma : બીજેપી કાઉન્સિલર જિતેન્દ્ર કટારેએ કહ્યું કે તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન અને ઉધયનિધિ સ્ટાલિનના પોસ્ટર નર્મદા કિનારે તિલવારાઘાટ અને ગ્વારીઘાટના મંદિરો અને સીડીઓ પર ચોંટાડવામાં આવ્યા છે.

Sanatan Dharma : People walk over posters of Udhayanidhi Stalin in MP temple

Sanatan Dharma : People walk over posters of Udhayanidhi Stalin in MP temple

News Continuous Bureau | Mumbai 

Sanatan Dharma : તમિલનાડુ (Tamilnadu) ના મુખ્યમંત્રી સ્ટાલિનના પુત્ર ઉધયનિધિ સ્ટાલિને (Udhayanidhi Stalin) સનાતન ધર્મ (Sanatan Dharma) વિશે ટિપ્પણી કરી હતી. જેના કારણે દેશભરમાં તેમનો વિરોધ ( Protest ) થઈ રહ્યો છે. દરમિયાન મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના જબલપુરમાં ભાજપના કાઉન્સિલર દ્વારા ઉધયનિધિ સ્ટાલિનના સનાતન ધર્મ અંગેના નિવેદનનો અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. કાઉન્સિલર જિતેન્દ્ર કટારેએ તેમના પિતા અને તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિન સાથે શહેરના અનેક મંદિરોના ( temple ) પગથિયાં પર ઉધયનિધિના પોસ્ટર (Posters) લગાવ્યા હતા. જેથી ત્યાંથી પસાર થતા લોકો તેને પગે કચડી નાખે.

Join Our WhatsApp Community

જુઓ વિડીયો

સીડીઓ પર ચોંટાડવામાં આવ્યા પોસ્ટર

બીજેપી કાઉન્સિલર જિતેન્દ્ર કટારેએ જણાવ્યું કે તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન અને ઉધયનિધિ સ્ટાલિનના પોસ્ટર અખંડ માનસ રામાયણ મંદિર, ગુપ્તેશ્વર મહાદેવ મંદિર, ગેબીનાથ મહાદેવ મંદિર, ગણેશ મંદિર અને અન્ય ઘણા મંદિરો તથા નર્મદા ઘાટ, તિલવારાઘાટ અને ગ્વારીઘાટની સીડીઓ પર ચોંટાડવામાં આવ્યા છે. આ પ્રકારના વિરોધનો હેતુ એ છે કે સનાતની લોકો તેમના ચહેરા પર પગ મૂકીને જાય અને ભગવાનના દર્શન કરે.

આ સમાચાર પણ વાંચો :  PM Kisan Yojana: પીએમ કિસાન યોજનાનો ૧૫મો હપ્તો મેળવવા માટે તમામ લાભાર્થી ખેડુતોએ ફરજીયાત ઈ-કેવાયસી કરાવવાનું રહેશે

ભાજપના કાઉન્સિલર કટારેનું કહેવું છે કે ઉધયનિધિ સ્ટાલિને સનાતન ધર્મમાં માનનારાઓનું અપમાન કર્યું છે. આ માટે તેની ગમે તેટલી ટીકા કરવામાં આવે તે ઓછી છે. કટારેએ શહેરના મંદિરોમાં આવી 500 થી વધુ પોસ્ટ પ્રિન્ટ કરીને પેસ્ટ કરી છે.

ભાજપે સાધ્યું નિશાન

અત્રે જણાવી દઈએ કે ‘સનાતન ધર્મના વિનાશ’ની વાત કરનાર ડીએમકેના નેતા ઉધયનિધિ સ્ટાલિનના નિવેદનથી દેશમાં રાજકીય તોફાન મચી ગયું છે. તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનના પુત્ર અને ડીએમના નેતા ઉધયનિધિએ સનાતન ધર્મની તુલના કોરોના, ડેન્ગ્યુ અને સનાતન ધર્મ સાથે કરી છે. તેમણે કહ્યું કે આવા રોગોનો નાશ થવો જોઈએ.ભાજપે સ્ટાલિનના નિવેદનને વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.નો એજન્ડા ગણાવ્યો હતો.

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Exit mobile version