Site icon News Continuous Bureau | Mumbai

તમે જે ઘઉં ખાઈ રહ્યા છો તેમાં રેતી અને કોંક્રિટ તો નથી ને! અહીં સરકારી ઘઉંનું વજન વધારવા કરાતી હતી ભેળસેળ. જુઓ વિડીયો

Sand, dust found in Govt procured wheat in Madhya Pradesh

તમે જે ઘઉં ખાઈ રહ્યા છો તેમાં રેતી અને કોંક્રિટ તો નથી ને! અહીં સરકારી ઘઉંનું વજન વધારવા કરાતી હતી ભેળસેળ. જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

એક તરફ ઘઉંના સતત વધી રહેલા ભાવથી લોકો પરેશાન છે તો બીજી તરફ મધ્યપ્રદેશના સતનામાં ટેકાના ભાવ પર ખરીદાયેલા ઘઉંમાં ભેળસેળ થતી હોવાનો મામલો સામે આવ્યો છે. અહીં સરકારી ઘઉંના પેકિંગ પેકિંગ દરમિયાન વજન વધારવા માટે ઘઉંમાં રેતી અને ધૂળ મિક્સ કરવામાં આવી રહી છે.   

Join Our WhatsApp Channel

ઘઉંના પેકિંગમાં રેતી અને ધૂળ મિક્સ

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ આ મામલો મધ્યપ્રદેશના સતનાના રામપુર બઘેલાન તાલુકાના બાંધા ગામનો છે. ટેકાના ભાવે ખરીદાયેલ ઘઉંનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. અહીં રેતી અને ધૂળ મિક્સ કરીને ઘઉંનું વજન વધારવાનો ખેલ ચાલી રહ્યો હતો. 

આ સમાચાર પણ વાંચો: અદાણી વિશ્વની ટોપ -20 સમૃદ્ધ સૂચિમાંથી બહાર. જાણો હવે કયા ક્રમ પર

વહીવટી તંત્ર આવ્યું હરકતમાં..

જોકે આ વીડિયો વાયરલ થતા જ જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે. આ વીડિયો વાયરલ થયા બાદ 6 લોકો વિરૃદ્ઘ FIR નોંધવામાં આવી છે. તેમની સામે IPCની કલમ ૪૨૦, ૪૧૭ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્થાનિક પ્રશાસને આ મામલાની તપાસ કરવાની સૂચના આપી દીધી છે. આ મામલે CM શિવરાજ સિંહ ચૌહાણ એ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જ્યાં પણ આવા કિસ્સાઓ સામે આવે છે ત્યાં તાત્કાલિક પગલાં લેવામાં આવે  છે.

Devotee Bus Accident ભોપાલથી ખાટુશ્યામ દર્શનાર્થે જતી મિની બસ ૧૫ ફૂટ ઊંડા ખાડામાં ખાબકી; ૮ શ્રદ્ધાળુઓના મોત, ૧૭ થી વધુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત
Pharma Company Blast ગુજરાતના ભરૂચમાં ફાર્મા કંપનીમાં ભીષણ બ્લાસ્ટ ૧૫ કિમી દૂર સુધી સંભળાયો પ્રચંડ ધડાકો, ૫ કામદારોના મોત અને અનેક ગંભીર
Iridium Investment Scam નવી મુંબઈમાં ‘ઇરિડિયમ’ના નામે મહાઠગાઈ ₹૨ લાખ સામે ₹૨૮ કરોડના વળતરની લાલચ આપી ૫૦૦ લોકોને છેતરનારા ૨ શખ્સો સામે ગુનો
Ban On Sale Of Loose Spices તમારા રસોડામાં ઝેર પીરસાઈ રહ્યું છે? મહારાષ્ટ્રમાં ખુલ્લા મસાલા પર તાત્કાલિક પ્રતિબંધ પકડાશો તો ₹૧૦ લાખનો દંડ અને જેલભેગા થશો!
Exit mobile version