ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
10 જુલાઈ 2020
રાજકારણમાં પાસા ગમે ત્યારે પલટી જતાં હોય છે..મુંબઈની રાજનીતિ મા ફરી ગરમાટો જોવા મળી રહ્યો છે. એક સમયે ઠાકરે પરિવારના ખાસમખાસ ગણાતા અને હવે કોંગ્રેસ માંથી સાઈડ લાઈન થઈ ગયેલા નેતા સંજય નિરૂપમે હવે ઠાકરે પરિવાર પર પૈસાના મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તપાસની માંગ કરી છે. CM ઉદ્ધવ ઠાકરેના બાંદ્રા ના કલા નગર ખાતે બનેલા નવ બંગલાને લાઇ આ સવાલ ઉઠાવ્યા છે.
નિરૂપમે ગુરુવારે કરેલાં શ્રેણીબદ્ધ ટ્વિટમાં, મુંબઈ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે ઇડી ડિરેક્ટરને મની લોન્ડરિંગ કેસમાં જવાબ મેળવવા માટે પોતાનું ધ્યાન મુંબઇ તરફ વાળવા કહ્યું છે. નિરુપમે ટ્વિટ કર્યું હતું કે, "સ્ટર્લિંગ બાયોટેક મની લોન્ડરિંગ તપાસમાં દિલ્હીમાં અહેમદ પટેલના પ્રશ્નો સમાપ્ત થયા હોય તો, હવે પોતાનું ધ્યાન મુંબઈ તરફ વાળવું જોઈએ. કેમકે રાજભૂષણ દીક્ષિત અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન વચ્ચે થયેલાં સંપત્તિના સોદાની તપાસ થાય તો તેમને કેટલાક જવાબો મળી શકે એમ છે. "
ઉદ્ધવ ના નવા બંગલાની જમીન રાજભુષણ દીક્ષિત પાસેથી ખરીદવામાં આવી હતી જે બેંક સાથેની છેતરપીંડી મા સંડોવાયેલ છે. મુખ્યમંત્રી અને તેમના કુટુંબ દ્વારા માત્ર 10 હજાર ચોરસ ફૂટની માતોશ્રી 2 ની મિલકત માટે રૂ. 8.8 કરોડ ચુકવવામાં આવ્યા છે. પરંતુ આ જગ્યા બીકેસીનો નજીક જ આવેલી હોવાથી અને મુંબઇના પ્રોપર્ટી માર્કેટના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ મિલકતની ઘોષિત કિંમત ખૂબ ઓછી છે. ચેક પેમેન્ટમાં ઓછી રકમ અને કાળાનાણાં વધુ રોકડ રકમની ચુકવણી કરવામાં આવી છે. એવો આરોપ સંજય નિરૂપમનો છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com