ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
04 માર્ચ 2021
ગઠબંધનના રાજકારણમાં અનેક નેતા ઉદ્ધવ ઠાકરે થી હેરાન-પરેશાન છે. હવે કોંગ્રેસના નેતા સંજય નિરુપમ એ ઉદ્ધવ ઠાકરે પર જોરદાર આરોપ કર્યા છે.
મહારાષ્ટ્રની વિધાનસભામાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે જ્યારે બાબરી મસ્જિદ પાડવામાં આવી ત્યારે ભાજપના નેતાઓ મોઢું છુપાવી રહ્યા હતા જ્યારે કે શિવસેનાને તે વાતનો ગર્વ છે.
બીજી તરફ સંજય નિરુપમ એ કોંગ્રેસ પાર્ટીના તમામ ધારાસભ્યોને આડા હાથે લીધા છે. સંજય નિરૂપમ એ કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ આ ડાયલોગ કયા કોમન મિનિમમ પ્રોગ્રામ હેઠળ આપ્યો છે? કારણ કે ગઠબંધન ધર્મ હેઠળ આ વિષય આ રીતે આવતો નથી. આટલું જ નહીં બાબરી મસ્જિદને કારણે એમ આઇ એમ જેવા પક્ષો પેદા થયા અને કોંગ્રેસ પાર્ટી ના ધારાસભ્યો વિધાનસભામાં આ શબ્દો શી રીતે સાંભળી શક્યા?
સંજય નિરૂપમ ના આરોપોનો કોંગ્રેસ પાર્ટીના એક પણ ધારાસભ્ય પાસે જવાબ નથી.
महाराष्ट्र के मुख्यमंत्री ने कल विधान सभा में बाबरी मस्जिद के विध्वंस का जश्न मनाया और वहाँ मौजूद कॉंग्रेस और NCP के मंत्री और विधायक भाषण का लुत्फ लेते रहे।
ये कौन-से कॉमन मिनिमम प्रोग्राम का हिस्सा है ?
क्या ओवैसी के जहरीले पौधे की ग्रोथ के लिए इसमें पर्याप्त खाद-पानी नहीं है ? pic.twitter.com/bZbD9rAwXt— Sanjay Nirupam (@sanjaynirupam) March 4, 2021
