News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)ના પાત્રા જમીન કૌભાંડ કેસ(Patra land scam case)માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ મધ્યરાત્રિએ શિવસેનાના સાંસદ સંજય રાઉત(Shivsena MP Sanjay Raut)ની ધરપકડ કરી હતી. આ પહેલા મોડી રાત સુધી મહારાષ્ટ્રના રાજકારણ(Maharashtra politics)માં હાઇવોલ્ટેજ ડ્રામા(High voltage drama) ચાલુ રહ્યો હતો. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં સંજય રાઉત અને તેનો પરિવાર(Family) ખૂબ જ ભાવુક(emotional) જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જ્યારે EDના અધિકારી(ED officers)ઓ સંજય રાઉતને કસ્ટડી(Custody)માં લઈ રહ્યા હતા ત્યારે તેમની માતા(Mother)ની આંખો ભીની થઈ ગઈ હતી.
Before leaving for the ED office Sanjay raut's mother doing Aarti … #ANI #SanjayRautExposed #Shivsena pic.twitter.com/C3bJJ4a4BT
— Amir khan (@AmirReport) July 31, 2022
સંજય રાઉતે ED અધિકારીઓ સાથે જતા પહેલા તેમની માતાને ગળે લગાવી હતી. આ પહેલા માતાએ તેમની આરતી કરી અને કપાળ પર તિલક લગાવ્યું. સંજય રાઉતે માતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. વિડીયોમાં જોવા મળે છે કે ED અધિકારીઓ સાથે જતા પહેલા રાઉત થોડીવાર માટે માતાને વળગી રહે છે અને તેમની માતા પણ ભીની આંખો સાથે પુત્રને ગળે લગાવે છે. આ પછી તે ED અધિકારીઓ સાથે નીકળી જાય છે.
આ સમાચાર પણ વાંચો : EDએ શિવસેનાના સાંસદ સંજય રાઉતની અટકાયત કરી