શિવસેનાના નેતા સંજય રાઉત અને તેમની પત્ની વર્ષા રાઉત આજે એનસીપી સુપ્રીમો શરદ પવારને મળવા પહોંચ્યા હતા.
સૂત્રોનું કહેવું છે કે સંજય રાઉત અને વર્ષા રાઉત શરદ પવારને માર્ગદર્શન અને ચાલુ તપાસમાં મદદ માટે મળ્યા હતા.
મની લોન્ડરિંગ કેસમાં વર્ષા રાઉતની ઇડી પૂછપરછ કરી રહી છે.
જો કે, સંજય રાઉતે દાવો કર્યો છે કે આ વ્યક્તિગત મુલાકાત હતી.