News Continuous Bureau | Mumbai
શિવસેનાના(Shiv Sena) ધારાસભ્યોના(MLAs) બળવાને કારણે મહાવિકાસ આઘાડીની સરકાર(Mahavikas Aghadi sarkar) લઘુમતીમાં આવી જતા મુખ્યમંત્રી પદેથી(CM Post) શિવસેના નેતા(Shiv Sena leader) ઉદ્ધવ ઠાકરેએ(Uddhav Thackeray) બુધવારે મોડી રાતે રાજીનામું(Resignation) આપી દીધું હતું. બળવાખોરીને કારણે ઠાકરેના રાજીનામું આપવાની ફરજ પડી છે ત્યારે નવાઈની વાત છે કે બળવાખોરે ઉદ્ધવના રાજીનામા માટે દુઃખ વ્યક્ત તો કર્યું હતું પણ સાથે જ તે માટે બળવાખોરો નહીં પણ સંજય રાઉત(Sanjay Raut) જવાબદાર હોવાનું કારણ આપ્યું છે.
ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપ્યા બાદ બળવાખોર ગ્રુપના પ્રવક્તા દીપક કેસરકરે(Deepak Kesarkar) ગોવાથી પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ઉદ્ધવજીના રાજીનામાથી અમે ખુશ નથી, પરંતુ દુઃખી થયા છીએ. સરકારના પતન માટે અને ઉદ્ધવજીને રાજીનામું આપવું પડ્યું તે મટે સંજય રાઉત જ જવાબદાર છે.
આ સમાચાર પણ વાંચો : કેન્દ્રને શિવસૈનિકોના રોષનો ડર- મહારાષ્ટ્રમાં કેન્દ્રીય સલામતી દળોની વધારાની કૂમક તૈનાત- જાણો વિગત
દીપક કેસરકરે કહ્યું હતું કે અમને અફસોસ એ વાતનો છે કે અમે ઉદ્ધવ ઠાકરેને કોંગ્રેસ(Congress) અને એનસીપીની(NCP) ચૂંગાલમાંથી છોડાવી શક્યા નથી અને તેને કારણે ઉદ્ધવજીએ રાજીનામું આપવું પડ્યું છે.