ન્યુઝ કંટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 28 એપ્રિલ 2021.
બુધવાર.
મુંબઈના એક પ્રાદેશિક ભાષાના વર્તમાનપત્ર માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ થતી સતત ટીકા-ટિપ્પણીના પગલે શિવસેના નેતા સંજય રાઉતે વડાપ્રધાનના પક્ષમાં એક નિવેદન જાહેર કર્યું છે. સંજય રાઉતે જણાવ્યું કે, 'એક જાગૃત નાગરિક તરીકે વડાપ્રધાન મોદી અને દેશની બદનામી સહન કરવામાં આવશે નહીં.' સંજય રાઉતે વધુમાં જણાવ્યું હતું કે, દેશના દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સમન્વય હોવાથી આ પરિસ્થિતિમાં વડાપ્રધાન જે પણ કોઈ નિર્ણય લેશે તે અમને મંજૂર હશે અને અમારો તેમના પર પૂર્ણ વિશ્વાસ છે.
દેશમાં વધતાં કોરોનાને મુદ્દે મદ્રાસ હાઈકોર્ટે કોરોનાની બીજી લહેર માટે ચૂંટણીપંચને દોષી ઠેરવ્યુ હતું અને કહ્યું હતું કે, covid 19 ના નિયામોની અવગણના કરીને પોલિટિકલ પાર્ટીને રેલી કરવાની પરવાનગી આપી હતી. કોર્ટની આ ટીકા અંગે સંજય રાઉતે જણાવ્યું કહ્યું હતું કે, વડાપ્રધાન આ ટિપ્પણી વિશે ગંભીર પૂર્વક વિચાર કરશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કોરોનાના પ્રસાર માટે ચૂંટણી પંચ જવાબદાર છે, એવું અમે પણ માનીએ છીએ. સામાન્ય નાગરિકનો જીવ મહત્વનો છે કે ચૂંટણી? ચૂંટણી પંચ અને કુંભ મેળા પર થયેલા આક્ષેપના મુદ્દે શરૂ થયેલી રાજકારણમાં રાજકીય કુંભ મેળા જેવી પરિસ્થિતિ પર તેમણે પ્રતિક્રિયા આપી હતી.
દિવસેને દિવસે રેકોર્ડ તોડતો કોરોના, દેશમાં સાડા ત્રણ લાખથી વધુ કેસ નોંધાયા. જાણો તાજા આંકડા