શિવસેના નેતા સંજય રાઉતને માઠી બેઠી- વધુ એક મુશ્કેલી આવી સામે- હવે આ કેસમાં જારી થયું વોરંટ

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રમાં(Maharashtra) શિવસેનાને(Shiv Sena) ઝટકા પર ઝટકા લાગી રહ્યા છે સાથે સંજય રાઉતની(Sanjay Raut) મુશ્કેલીઓ વધી રહી છે.

મુંબઈની એક અદાલતે શિવસેનાના સાંસદ સંજય રાઉત વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ(Bailable warrant) જારી કર્યું છે

કોર્ટે ભાજપ નેતા(BJP leader) કિરીટ સોમૈયાની(Kirit Somaiya) પત્ની મેઘા સોમૈયા(Megha Somaiya) દ્વારા દાખલ કરવામા આવેલી માનહાની અરજીના સંબંધમાં વોરંટ ઈશ્યુ કર્યું છે.

સેવરી મેટ્રોપોલિટન(Sewree Metropolitan) મેજિસ્ટ્રેટની કોર્ટે (Magistrate's Court) ગયા મહિને રાઉત સામે સમન્સ જારી કરીને તેને 4 જુલાઈના રોજ હાજર થવા જણાવ્યું હતું.

જોકે તેઓ સુનાવણી માટે કોર્ટમાં હાજર રહ્યા નહોતા, જેના કારણે તેમને આ વોરંટ જારી કરવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  શિવસેનાના પડેલા ભંગાણનો લાભ ખાટવા MNSનું મહાસંપર્ક અભિયાન-રાજ ઠાકરેનો પુત્ર શિવસેનાના ગઢમાં કરશે એન્ટ્રી-જાણો વિગત

Exit mobile version