Site icon

દિવ્યાંગોને આર્થિક રીતે ટેકારૂપ બનતી ગુજરાત સરકારની “સંત સુરદાસ યોજના”

દિવ્યાંગોને આર્થિક રીતે ટેકારૂપ બનતી "સંત સુરદાસ યોજના"**સંત સુરદાસ યોજના હેઠળ માસિક રૂપિયા ૧૦૦૦ની સહાય મેળવતા જિલ્લાના ૯૩૬ દિવ્યાંગજનો

Sant Surdas Scheme- Gujarat Govts Sant Surdas Yojana to support the handicapped

દિવ્યાંગોને આર્થિક રીતે ટેકારૂપ બનતી ગૂજરાત સરકારની "સંત સુરદાસ યોજના"

News Continuous Bureau | Mumbai

દિવ્યાંગોને નાણાંકીય સહાય પૂરી પાડી તેમનું સમાજમાં પુન: સ્થાપન થાય, તે હેતુસર ગુજરાત સરકારના સમાજ સુરક્ષા વિભાગ અંતર્ગત સંત સુરદાસ યોજના અમલી બનાવાઈ છે. રાજકોટ જિલ્લામાં ૯૩૬ દિવ્યાંગો સંત સુરદાસ યોજનાનો લાભ લઈ રહ્યા છે. જે પૈકી વર્ષ ૨૦૨૨-‘૨૩ માટે અત્યાર સુધીમાં આવેલી કુલ ૧૨૧ અરજીઓને મંજૂર કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે સંત સુરદાસ યોજનાનો લાભ ગરીબી રેખા હેઠળ આવતા બી.પી.એલ. કાર્ડમાં ૦થી ૨૦ સ્કોરમાં સમાવિષ્ટ દિવ્યાંગ વ્યક્તિને મળવાપાત્ર છે. આ યોજના હેઠળ લાભાર્થીને માસિક રૂ. ૧૦૦૦ની સહાય પોસ્ટ અથવા બેંક ખાતામાં ડી.બી.ટી. મારફતે આપવામાં આવે છે. સંત સુરદાસ યોજના હેઠળ esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવે છે. આ યોજનાનો લાભ ડીજીટલ ગુજરાત પોર્ટલ ઉપર ડીજીટલ સેવા સેતુ અંતર્ગત ઇ-ગ્રામ કેન્દ્રો મારફતે માત્ર એક જ દિવસમાં અપાય, તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : ઉનાના કાણકબરડા ગામે ખાટલા ભરવાની અદભુત કલાકારી જાણતા અદભુત કલા નું પ્રદશન કરી પોતાની કલા ખુલી મૂકી

વધુ માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, બહુમાળી ભવન, ગ્રાઉન્ડ ફ્લોર, બ્લોક નં. ૦૫, એસ.બી.આઈ. બેંકની સામે, રાજકોટ ખાતે (ફોન નં. ૦૨૮૧-૨૪૪૮૫૯૦) અથવા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી, બહુમાળી ભવન, ચોથો માળ, બ્લોક નં. ૫, રેસકોર્ષ રોડ રાજકોટ ખાતે (ફોન નં. ૦૨૮૧-૨૪૫૮૫૯૦) પર સંપર્ક કરી શકાશે.

 

Pregnant Job scam: નકલી લાલચમાં ફસાયોકોન્ટ્રાક્ટર: પુણેમાં ‘પ્રેગ્નન્ટ જોબ’ના કૌભાંડથી ૧૧ લાખની છેતરપિંડી.
Bachchu Kadu Movement: બચ્ચુ કડુના ખેડૂત આંદોલનમાં આજે મનોજ જરાંગે પાટીલ થશે સામેલ, નાગપુરમાં ખેડૂતોનો પડાવ, આ છે માંગ
Cyclone Mantha: મહારાષ્ટ્રમાં હવામાનનો ખતરો યથાવત્: ચક્રવાતની અસર વધુ કેટલાક સમય રહેશે, કોંકણ કિનારાને ‘હાઇ એલર્ટ’ જાહેર.
Maharashtra cybercrime news: સાયબર ક્રાઇમ પર તવાઈ: સભાપતિએ ‘બનાવટી એપ’ દ્વારા થતી છેતરપિંડી રોકવા નિર્દેશ આપ્યા, યુવાનોને જાગૃત કરવા અપીલ.
Exit mobile version