ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
ગાંધીનગર
19 જુન 2020
નર્મદા ડેમમાંથી 40 હજાર ક્યૂસેક પાણી નદીમાં છોડાતા સૂકી નદી સરોવર મા પાણી ભરાતા નાગરિકો ખુશ છે.
નર્મદા બંધના ઉપરવાસમાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર માંથી પાણીની સારી આવક થતાં ડેમનું રિવરબેડ પાવર હાઉસ ધમધમતું થયું છે. હાઇડ્રોલિક પાાવર હાઉસના 4 ટર્બાઈન શરૂ કરવામાં આવ્યા છે જેને કારણે તેમાંથી 40,000 ક્યૂસેક પાણી ગુજરાત ની નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે ડેમથી 12 કિ.મી દૂર આવેલા ગરુડેશ્વર ખાતે આવેલો વિયર કમ કોઝવે ઓવર ફ્લો થયો હતો. જ્યારે સરદાર સરોવર નર્મદા ડેમના 200 મેગાવોટનાં 4 યુનિટ શરૂ કરાતા રોજ રૂપિયા 5 થી 6 કરોડનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. આમ નદીમાં પાણી ભરેલું હોવાનો ફાયદો ચોમાસા માં વીજળી રૂપે મળી રહ્યો છૅ.
બીજી બાજુ ગોરા બ્રિજ ચોમાસા પહેલાં ડૂબી ગયો છે.
નર્મદા નદીમાં ઉપર ના રાજ્યો માંથી વરસાદી પાણી આવતાં સૂકી ભઠ્ઠ બનેલી નર્મદા નદી બે કાંઠે વહેવા લાગી છે. નર્મદા નદી ઉપર ગોરા ગામનો બ્રીજ ચોમાસાની શરૂઆત પહેલાં જ રિવરબેડના ડીસચાર્જ પાણીથી, નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. જેના કારણે નર્મદા નદી પરનો ગોરા બ્રીજ સંપૂર્ણ ડૂબી જવા પામ્યો છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com