Site icon

Sardar Sarovar Dam: સરદાર સરોવર ડેમ પૂર્ણ સપાટીએ છલકાયો, નર્મદા મૈયાના પાવન જળના CM ભૂપેન્દ્ર પટેલે કર્યા વધામણાં. જુઓ ફોટોસ.

Sardar Sarovar Dam: સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ છલકાઈ જતાં નર્મદા મૈયાના પાવન જળ રાશિના વધામણાં કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. ૨૦૧૭માં રાષ્ટ્રાર્પણ થયા પછી સરદાર સરોવર ડેમ સતત પાંચમી વાર મહત્તમ ૧૩૮.૬૮ મીટર સપાટીએ ભરાયો. આ વર્ષે ૧૧ ઓગસ્ટથી શરૂ થઈ ૫૧ દિવસ ઓવરફ્લો થવા સાથે ૧૦,૦૧૨ મીલીયન ઘનમીટર ઓવરફ્લો થયો

Sardar Sarovar dam overflowed, Narmada Maia clean water CM Bhupendra Patel congratulated. See photos.

Sardar Sarovar dam overflowed, Narmada Maia clean water CM Bhupendra Patel congratulated. See photos.

News Continuous Bureau | Mumbai

Sardar Sarovar Dam: ગુજરાતમાં જળક્રાંતિ અને કૃષિ ક્રાંતિ માટે જિવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળ સપાટી તેની મહત્તમ ૧૩૮.૬૮ મીટર એટલે કે, ૪૫૫ ફુટ પહોંચી છે. ડેમની આ ૧૩૮.૬૮ મીટર સપાટીએ કુલ જળસંગ્રહ ક્ષમતા ૯૪૬૦ મીલીયન ઘનમીટર છે.  

Join Our WhatsApp Community

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા મૈયાના આ છલકાતાં નીરના વધામણા વિજય મુહૂર્તમાં સરદાર સરોવર ડેમ સાઈટ એક્તા નગર પહોંચીને જળ પૂજનથી કર્યા હતા. 

આ વર્ષે વરસાદી મોસમમાં સારા વરસાદને પગલે સરદાર સરોવર ડેમ ૧૧ ઓગસ્ટથી ઓવરફ્લો થવાનો શરૂ થયો હતો. અત્યાર સુધીમાં ૫૧ દિવસ સુધી આ જળાશય ઓવરફ્લો થયું છે અને કુલ ૧૦,૦૧૨ મીલીયન ઘનમીટર એટલે કે, ૮,૧૭૭ MAF પાણી ઓવરફલોને કારણે આવ્યું છે.

એટલું જ નહિ, નર્મદા યોજનાના રીવર બેડ પાવર હાઉસ તથા કેનાલ હેડ પાવર હાઉસમાં આ વર્ષે ચોમાસાના સમયમાં કુલ ૧૩૪૩ મેગાવોટ વીજળી તથા અત્યાર સુધીમાં ૬૨૮૩ કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થઈ છે.    

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ( Bhupendra Patel ) રાજ્યમાં ૧૦,૦૧૪ ગામો, ૧૮૩ શહેરો અને ૭ મહાનગરપાલિકા વિસ્તારો એમ કુલ મળીને ૪ કરોડ જેટલા લોકોને પીવાનું પાણી પુરું પાડતા આ પ્રોજેક્ટના જળાશયમાં ( Water Reservoir ) પૂર્ણ સપાટીએ છલકાતાં જળ રાશિનું ઉમંગ અને ઉલ્લાસમય વાતાવરણમાં મંત્રોચ્ચાર વચ્ચે પૂજન કર્યુ હતું.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી તરીકેનું સેવા દાયિત્વ સંભાળ્યાના માત્ર ૧૭ દિવસમાં જ નર્મદા ડેમનું ( Narmada Dam ) બાકીનું કામ પૂર્ણ કરવા તથા ગેટ બેસાડવાની મંજુરી આપી હતી. 

ગુજરાત સરકારે ( Gujarat Government ) પણ ત્વરાએ આ કામગીરી હાથ ધરીને ૩૦ દરવાજાઓની કામગીરી સહિતની બધીજ કામગીરી નિર્ધારીત સમય કરતાં ૯ મહિના વહેલી પૂર્ણ કરી દીધી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૧૭માં તેમના જન્મદિવસ, ૧૭મી સપ્ટેમ્બરે સરદાર સરોવર ડેમનું રાષ્ટ્રાર્પણ કર્યુ છે. 

આ સમાચાર પણ વાંચો : Har Ghar Durga Abhiyan: મહારાષ્ટ્રમાં લોકસભા સ્પીકર ઓમ બિરલાના હસ્તે ‘હર ઘર દુર્ગા અભિયાન’નો પ્રારંભ, આ સરકારી ઔદ્યોગિક સંસ્થાનું કરવામાં આવ્યું નામકરણ

૨૦૧૭માં રાષ્ટ્રાર્પણ પછી અત્યાર સુધીમાં પાંચ વાર આ ડેમ તેની મહત્તમ સપાટીએ ભરાયો છે. સરદાર સરોવર ડેમના છલકાવાથી અગાઉ દરિયામા નિરર્થક વહી જતાં પાણી હવે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટીવંત નેતૃત્વ અને સુચારુ જળ વ્યવસ્થાપનથી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમ ભરવા તથા સુજલામ સુફલામ યોજના દ્વારા ઉત્તર ગુજરાતના ૯ મોટા-મધ્યમ જળાશયો અને ૯૦૯ તળાવોમાં પહોંચાડવામાં આવે છે. 

આ વર્ષે પણ સરદાર સરોવર નર્મદા ડેમ ઓવરફ્લો થતાં રાજ્યની જુદી-જુદી ૧૦ નદીઓમાં નર્મદા જળરાશિ વહેવડાવીને આ નદીઓને જીવંત કરવામાં આવી છે.

ગુજરાતની અવિરત પ્રગતિના છડીદાર અને ગુજરાતના પાણીઆરા સમાન આ સરદાર સરોવર નર્મદા ડેમના પૂર્ણ સપાટીએ પહોંચેલા જળરાશિના પૂજન-અર્ચનથી જળ શક્તિની વદંના કરવાની પરંપરા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સતત બીજા વર્ષે પણ જળ પૂજન કરીને આગળ ધપાવી છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે નર્મદા જળપૂજનના આ અવસરે ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન દેશમુખ, છોટાઉદેપુરના સાંસદ શ્રી જશુભાઈ રાઠવા,  સંગઠનના પદાધિકારીઓ, મુખ્યસચિવ શ્રી રાજકુમાર, નર્મદા નિગમનાં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મુકેશ પુરી, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્યસચિવશ્રીઓ સર્વશ્રી પંકજ જોષી અને એમ.કે. દાસ. સરદાર સરોવર નર્મદા નિગમના ડાયરેક્ટર શ્રી નાદપરા તથા જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા.  

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Rohit Pawar Ajit Pawar Case Update: મુંબઈમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા! રોહિત પવાર પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠા; અજીત પવાર વિરુદ્ધ FIR માટે CMO સુધી પહોંચી વાત
Exit mobile version