Site icon

આનંદો ! આ યુનિવર્સિટી પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીઓને આપશે વીમા કવચ…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

ગાંધી નગર

22 જુલાઈ 2020

SSC અને HSC બોર્ડના પરિણામો જાહેર થયી ગયા છે. પરંતુ ડિગ્રી કોલેજોની અંતિમ વર્ષની પરીક્ષા ઓ હજુ બાકી છે. અનેક વખત તારીખ જાહેર કર્યા બાદ કેન્સલ કરવી પડી છે. આજે ફરી એક્વાર કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર મહિનાનાં અંત સુધીમાં તમામ યુનિવર્સિટીઓને અંતિમ વર્ષની પરીક્ષા પૂર્ણ કરી દેવાના આદેશ આપ્યાં છે. જે બાદ ગુજરાત રાજ્યની કેટલીક યુનિવર્સિટીઓમાં પરિક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આગામી 27 તારીખથી સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીમાં પરીક્ષા યોજાવાની છે. ત્યારે કોરોના કાળને ધ્યાનમાં રાખી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એક અતિ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

સોરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી દિવસોમાં યોજાનાર પરીક્ષા દરમિયાન કોઈપણ વિદ્યાર્થીને  કોરોના જેવી બીમારી લાગુ પડશે તો યુનિવર્સીટી 1 લાખ રૂપિયા સુધીની વિદ્યાર્થીને સહાય કરશે. આ માટે સૌરાષ્ટ્ર જિલ્લાના કલેકટર સાથે મળી યુનિવર્સીટી સંકલન પણ કરશે અને જો પરીક્ષા દરમિયાન કોઈ વિદ્યાર્થીને કોરોનાનું સંક્રમણ લાગશે તો પ્રથમિક ધોરણે તાત્કાલિક સારવાર આપવામાં આવશે. આ સાથે જ પરીક્ષા સમયે મેડિકલ ટીમ પણ કોલેજમાં હાજર રહેશે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/2OOngkt  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Exit mobile version