News Continuous Bureau | Mumbai
રાહુલ ગાંધી (Rahul Gandhi) ની શેગાંવ સભાને મહારાષ્ટ્ર (Maharashtra) માં સર્વોચ્ચ બિંદુ તરીકે જોવામાં આવે છે. મહારાષ્ટ્રના કોંગ્રેસ (Congress) અને મહાવિકાસ આઘાડી (MVA Govt) ના નેતાઓ અહીં તાકાત બતાવે તેવી અપેક્ષા છે. પરંતુ હવે વાતાવરણ ગરમાયું છે.
સ્વાતંત્રવીર સાવરકર (Swatantra veer Savarkar) વિશેના વિવાદાસ્પદ નિવેદનથી બાદ મહારાષ્ટ્રના અનેક પક્ષો (Political Party) એ ખૂબ જ આક્રમક વલણ અપનાવ્યું છે. આ ઘટનાક્રમ હેઠળ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના હજારો કાર્યકર્તાઓ રાહુલ ગાંધીની સભા (Rahul Gandhi) માં હંગામો કરવા મુંબઈ અને અન્ય વિસ્તારોમાંથી રવાના થઈ ગયા છે.
આ સમાચાર પણ વાંચો: કામ ના સમાચાર : આજે જ પતાવી દેજો બેંક સંબંધિત કામો. આવતીકાલથી આટલા દવિસ બેંકો બંધ રહેશે..
શું છે રાહુલ ગાંધીનું નિવેદન?
રાહુલ ગાંધીએ કહ્યું કે આઝાદીના નાયક સાવરકરએ અગ્રેજોની માફી માગનાર વ્યક્તિ હતા. તેમજ સાવરકર અંગ્રેજો પાસેથી પેન્શન મેળવતા હતા. તેમના માટે કામ કરતા હતા. અકોલામાં પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ એક લેટર પણ બતાવ્યો. તેણે દાવો કર્યો હતો કે તે સાવરકરે અંગ્રેજોને લખ્યો હતો.
રાહુલ ગાંધીના આ નિવેદનથી ભાજપ, મનસે ખૂબ જ આક્રમક બની ગયા છે. MNS પ્રમુખ રાજ ઠાકરેના (Raj Thackeray) આદેશ બાદ રાજ્યભરમાંથી MNS કાર્યકર્તાઓ શેગાંવ તરફ રવાના થયા છે. નીતિન સરદેસાઈ, સંદિપ દેશપાંડે ઔરંગાબાદ (Aurangabad) માં હાજર છે. MNS કાર્યકર્તાઓ ટૂંક સમયમાં અહીંથી શેગાંવ (Shegaon) જવા રવાના થશે. ઔરંગાબાદ છોડી રહેલા MNS કાર્યકરોને રસ્તામાં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવે તેવી શક્યતા છે.
આ સમાચાર પણ વાંચો: લ્યો બોલો… ગર્લફ્રેન્ડને ન્યાય અપાવવા યુવકે ભર્યું ખતરનાક પગલું, મંત્રાલયના છઠ્ઠા માળેથી લગાવી દીધી છલાંગ. જુઓ વિડીયો
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) નો MNS કાળા ઝંડા બતાવીને વિરોધ કરશે.
શેગાંવમાં બપોરે 3 વાગ્યાની આસપાસ રાહુલ ગાંધીની સભા યોજાશે. કોંગ્રેસ અને તેના સાથી પક્ષો, કાર્યકરો મોટી સંખ્યામાં અહીં એકઠા થવાના છે. અહીં અંદાજે પાંચ લાખની ભીડ હાજર રહે તેવી શક્યતા છે.
મનસે અને બીજેપી (BJP) આક્રમક હોવાથી અહીં વિરોધીઓ પણ મોટી સંખ્યામાં એકઠા થઈ રહ્યા છે. ત્યારે પોલીસને કાયદો અને વ્યવસ્થા જાળવવાનો મોટો પડકાર છે. શેગાંવમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.