મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહની અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આક્ષેપો ઘણા ગંભીર છે, પરંતુ તમારે પહેલા હાઇકોર્ટમાં જવું જોઈએ. આ સિવાય કોર્ટે કહ્યું કે તમે આ મામલે અનિલ દેશમુખને પક્ષકાર કેમ નથી બનાવ્યા.
હવે ટૂંક સમયમાં બોમ્બે હાઈકોર્ટમાં પરમબીરસિંહ દ્રારા અરજી દાખલ થઇ શકે છે.
મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહએ સુપ્રીમ કોર્ટમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ નિષ્પક્ષ અને સ્વતંત્ર સીબીઆઈ તપાસની માંગણી કરતી અરજી કરી હતી.
મનસુખ હિરેન હત્યાકાંડમાં નવો વળાંક, જે ગાડી વાપરવામાં આવી હતી તે શું ભાજપના નેતાના નિકટવર્તી ની છે?