News Continuous Bureau | Mumbai
OBC રાજકીય અનામતના(OBC Political Reserves) મુદ્દે સુપ્રીમ કોર્ટે(Supreme court) મહારાષ્ટ્ર(Maharashtra) બાદ મધ્યપ્રદેશ સરકારને(madhya pradesh Govt) પણ મોટો ઝટકો આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશમાં ઓબીસી અનામત(OBC reservation) વિના પંચાયત(Panchayat) અને શહેરી સંસ્થાઓની ચૂંટણી(Elections) કરાવવાનો આદેશ આપ્યો છે.
સાથે જ કોર્ટે મધ્યપ્રદેશ રાજ્ય ચૂંટણી પંચને(State election commission) આગામી બે સપ્તાહમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ લાગુ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, નિર્ધારિત શરતો પૂરી કર્યા વિના OBC અનામત મેળવી શકાય નહીં.
ઉલ્લેખનીય છે કે ઓબીસી અનામતને કારણે મધ્યપ્રદેશમાં પંચાયત અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ વિલંબિત થઈ છે.
આ સમાચાર પણ વાંચો : જ્ઞાનવાપી મસ્જિદમાં ફરી એક વાર થશે સર્વે, આવતીકાલે કોર્ટ આટલા વાગ્યે નક્કી કરશે નવી તારીખ.. જાણો વિગતે