Site icon

કોવિડ -19 ને કારણે બિહારની ચૂંટણી મોકૂફ રાખવાની અરજીને સુપ્રીમ કોર્ટે નકારી.

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો

મુંબઇ

Join Our WhatsApp Community

29 ઓગસ્ટ 2020

સુપ્રીમ કોર્ટે શુક્રવારે કોરોના વાયરસ રોગચાળાને કારણે બિહાર વિધાનસભાની ચૂંટણીઓ મોકૂફ રાખવા માંગતી અરજી પર આટલી જલ્દી સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. જસ્ટિસ સંજય કિશન કૌલ, અજય રસ્તોગી અને અનિરુદ્ધ બોઝની ખંડપીઠે ગૃહ મંત્રાલય, કાયદો અને ન્યાય અને લઘુમતી બાબતોના મંત્રાલયોને નોટિસ ફટકારી છે, છ સપ્તાહમાં તેમના જવાબો માંગશે. 

જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી બેંચે અને જસ્ટિસ આર એસ રેડ્ડી અને એમ આર શાહની બનેલી બેંચે આનો નિર્ણય ચૂંટણી પંચ પર છોડી દીધો છે. સર્વોચ્ચ અદાલતે ઉપરોક્ત આદેશ,  એક વ્યક્તિ દ્વારા દાખલ કરેલી અરજીના સંદર્ભે આપ્યો હતો. જેણે મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખ્યો હતો કે,  બિહાર કોવિડ -19 મુક્ત ન થાય ત્યાં સુધી ચૂંટણી મુલતવી રાખવા નિર્દેશ માંગ્યો હતો.

જોકે સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કારણ મુલતવી રાખવા માટે પૂરતું નથી. સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું હતું 'આ અરજી બહુ જલ્દી કરવામાં આવી છે. કેમકે હજુ ચુંટણી પંચે કોઈ તારીખ પણ જાહેર કરી નથી.' ઉલ્લેખનીય છે કે ચુંટણી પંચે રોગચાળા દરમિયાન ચૂંટણી યોજવા માટેની ઘણી માર્ગદર્શિકા જાહેર કરી છે. "નવી દિશાનિર્દેશો અનુસાર ઉમેદવારી પત્ર ભરતી વખતે ઉમેદવારની સાથે માત્ર બે જ લોકો આવી શકે છે. જો મતદાતામાં, મતદાનના દિવસે, વાયરસના લક્ષણો જણાય તો વ્યક્તિને ટોકન આપવામાં આવશે અને મતદાનના અંતિમ કલાકે પાછા આવવાનું કહેવામાં આવશે. રજિસ્ટર પર સહી કરવા અને ઇવીએમ બટન દબાવવા સમયે મતદારોને હેન્ડ ગ્લોવ્સ આપવામાં આવશે."

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Exit mobile version