ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 નવેમ્બર, 2021
સોમવાર
(અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોને અત્યાચારો સામે રક્ષણ આપતા એટ્રોસિટી ધારાના અમલીકરણ બાબતે ગુજરાત હાઈકોર્ટે સીમાચિહ્નરૂપ ચુકાદો)
મહેસાણા જિલ્લાના પતિ-પત્ની વચ્ચે તકરારના એક કેસમાં ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણનું અવલોકન કર્યું છે કે, કોઈ અનુસૂચિત જાતિ કે જનજાતિની મહિલાના લગ્ન સામાન્ય વર્ગ (જનરલ કેટેગરી)ના પુરુષ સાથે થાય તે પછી તેને એટ્રોસિટી એક્ટની જોગવાઈઓ હેઠળના લાભો મળવાપાત્ર રહેતા નથી. એટલું જ નહીં, આ ઉપરાંત હાઈકોર્ટે પતિ અને તેના પરિવારજનો સમક્ષ સામે પત્નીએ કરેલા બળાત્કારના આક્ષેપો પણ સ્વીકાર્ય ન હોવાનું નોંધ્યું છે. ગુજરાત હાઈકોર્ટે આ મામલે હુકમ કર્યો છે કે હાઈકોર્ટની પરવાનગી વિના અરજદાર આરોપી સામે ચાર્જશીટ ફાઈલ ન કરવી. જો કે, પોલીસ આ કેસ બાબતે તપાસ કરી શકશે. સાથે જ કોર્ટે પત્ની સામે નોટિસ ઇશ્યુ કરી છે. જે મામલે આગામી માર્ચ-2022માં સુનાવણી હાથ ધરવામાં આવશે. આ કેસની વિગત મુજબ, મહેસાણા જિલ્લાના એક ગામમાં રહેતા યુવક અને યુવતીએ વર્ષ ચાલુ વર્ષે માર્ચ મહિનામાં જ પ્રેમલગ્ન કર્યા હતા. પત્ની શિડ્યુલ કાસ્ટની જ્યારે પતિની કાસ્ટ જનરલ હતી. કદાચ આ કારણથી જ આ પ્રેમલગ્નને બંનેમાંથી એકપણના પરિવારજનોએ સ્વીકાર્યા ન હતા. લગ્ન બાદ તેઓ અમદાવાદમાં ભાડે ઘર લઈને રહેવા લાગ્યા હતા. પરંતુ લગ્નના થોડા સમય બાદ બંને વચ્ચે તકરારો થવા લાગી હતી. આવામાં મહિલાએ તેના પતિ અને તેના સાસરિયા વિરુદ્ધ મહેસાણાના સતલાસણા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટની કલમ 3(1) (આર), 3 (1) (એસ) અને 3 (2) (વીએ) ઉપરાંત ઈપીકોની કલમ 376 (2) (કે), 376 (2) (એન), 498એ, 323 અને 114 હેઠળ રેપ અને મારામારીની ફરિયાદ નોંધાવી હતી. પત્નીએ કરેલી ફરિયાદ સામે પતિએ ગુજરાત હાઇકોર્ટમાં ક્વોશિંગ પિટિશન કરી હતી. આ મામલે અરજદારના એડવોકેટ હર્નિશ દરજીએ જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ બાબતનું અવલોકન કર્યું છે જે સીમાચિહ્નરૂપ છે. હાઈકોર્ટે નોંધ્યું છે કે, અનુસૂચિત જાતિ અને જનજાતિની મહિલા સામાન્ય કેટેગરીના પુરુષ સાથે લગ્ન કરે તે બાદ તેને એટ્રોસિટી એક્ટની જોગવાઇ પ્રમાણેના લાભો અને અધિકારો મળવાપાત્ર રહેતા નથી. ઉપરાંત ફરિયાદ પત્ની અમદાવાદમાં તેના પતિ સાથે એકલી ભાડે રહેતી હતી. આવામાં પ્રાથમિક દ્રષ્ટિએ પતિ અને તેના પરિવાર વિરુદ્ધ પરિણિતાની રેપની ફરિયાદ પણ અસ્થાને છે.
ગૌતમ ગંભીરને ISIS તરફથી ત્રીજી વખત ધમકી મળી