ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
09 મે 2020
મહારાષ્ટ સરકારે એક જાહેર નિવેદનમાં જણાવ્યું છે કે "રાજ્યની કોઇપણ શાળા ચાલુ વર્ષ માટે ત્વરિત ફી ની માંગણી કરી શકશે નહીં, તેમજ આવતા વર્ષ 2021 સુધી શાળાની ફીમાં વધારો કરી શકશે નહી, જો કોઈ શાળા આમ કરતા પકડાશે તો કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે" એમ પણ જાહેર નિવેદનમાં જણાવાયું છે. હાલ જીવલેણ કોરોનાવાયરસ ને કારણે રાજ્યની તમામ શાળાઓ બંધ છે અને વિશ્વ આરોગ્ય સંસ્થા WHO દ્વારા covid 19ને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. આ અન્વયે અધિનિયમ 1897 અને આપદા પ્રબંધન કાયદો 2005 હેઠળ ફી માંગનાર કે તેનો વધારો કરનાર શાળા, કાનૂની કાયદા હેઠળ કેસ દાખલ કરવામાં આવી શકે છે. વધુમાં જણાવાયું છે કે શાળાઓ લોકડાઉન સમાપ્ત થાય ત્યાં સુધી ફી જમા કરાવવાનું કહી શકશે નહીં. વિદ્યાર્થીઓના વાલીની આર્થિક તકલીફને ધ્યાનમાં રાખી શાળા વાર્ષિક ફી ના લેતા દર મહિને અથવા તો ત્રિમાસિક જમા કરાવવાનું કહી શકે છે..