ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 4 ડિસેમ્બર 2021
શનિવાર
કોરોનાકાળમાં ઘણા બાળકો અનાથ થયા છે. આવા બાળકોના શિક્ષણમાં કોઈપણ જાતનો વિક્ષેપ ન પડે તેથી આ ર્નિણય લેવાયો છે. જે બાળકોના પિતાનું મોત કોરોનાને લીધે થયું છે. તેમને પરીક્ષા ફી ભરવામાં અડચણ થઈ શકે. આ વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહેશે તો તેમના આગળના શિક્ષણમાં અવરોધ ઉભો થવાની શક્યતા છે. આ બધી વાતોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર રાજ્યના માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મંડળે આ ર્નિણય લીધો છે. મહિલા અને બાળવિકાસ પ્રધાન શ્રીમતી ઠાકુરે મીડિયાને જણાવ્યું હતું કે, 'વિવિધ યોજનાઓના માધ્યમથી આ બાળકોના શિક્ષણ અને ઉછેર માટે પ્રયત્ન કરવામાં આવશે. અગાઉ રાજ્ય સરકારે કોરોનાને લીધે અનાથ થયેલા બાળકોને મદદ તરીકે પાંચ લાખ રૃપિયા આપ્યા છે. આ ર્નિણયને લીધે બાળકોને કેટલાંક પ્રમાણમાં આર્થિક સુરક્ષા મળી છે. હવે વિવિધ યોજનાના માધ્યમથી બાળકોના શિક્ષણ અને પાલનપોષણ માટે પ્રયત્ન કરાશે.કોરોનાની બીજી લહેરમાં અનેક બાળકોએ માતા- પિતાનું છત્ર ગુમાવી દીધું છે. તેમાંથી જે બાળકો દસમા અને બારમા ધોરણના છે તે વિદ્યાર્થીઓની પરીક્ષા ફી માફ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. શાળેય શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે આ વિશે માહિતી આપી છે.
રાજસ્થાન માં ટેનશન, જયપુરમાં દ.આફિકાથી આવેલા પરિવારના ૪ સભ્યો કોરોના પોઝિટિવ