ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૫ જુલાઈ, ૨૦૨૧
ગુરુવાર
રાજ્યના કોરોનામુક્ત ભાગોમાં આજથી શાળાઓ ફરીથી શરૂ કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં આઠમાથી બારમા ધોરણ માટે જ શાળા શરૂ કરવાની પરવાનગી સરકારે આપી છે. જોકેવિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખતાં ચુસ્ત નિયમો બનાવાયા છે. આ ઉપરાંત એક મહત્ત્વની વાત એ છે કે જે ગામમાં ઓછામાં ઓછા એક મહિનામાં એકપણ કોરોનાનો દર્દી મળ્યો ન હોય એવા જ ભાગમાં શાળા શરૂ થઈ શકશે.
શાળા શરૂ કરવા માટે સરપંચની અધ્યક્ષતા હેઠળ ગ્રામપંચાયતને નિર્ણયો લેવાની સૂચના આપવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા શાળા શરૂ કરતાં પહેલાં શિક્ષકોને પ્રાથમિક ધોરણે રસી આપવાની પણ યોજના બનાવી છે. શાળા શરૂ કરતી વખતે બાળકોને તબક્કાવાર શાળામાં બોલાવવામાં આવશે. કેન્દ્રીય અને રાજ્ય સરકારોએ સૂચવ્યું છે કે શાળા શરૂ કરતી વખતે આરોગ્ય સૂચનોનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે.
ડોમ્બિવલીની એક ઇમારતમાં ભીષણ આગ લાગી; બચાવકાર્ય શરૂ, જુઓ વીડિયો
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના નિયમ મુજબ એક બેન્ચ પર એક જ વિદ્યાર્થી અને વર્ગમાં એકસાથે ૧૫-૨૦ વિદ્યાર્થીઓ જ હોવા જોઈએ. શાળાના વિદ્યાર્થીઓએ વારંવાર સાબુથી હાથ ધોવા સાથોસાથ માસ્કનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું જણાવ્યું છે. જો કોઈ વિદ્યાર્થીને કોરોનાનાં લક્ષણો દેખાય તો તેને તાત્કાલિક ઘરે મોકલી કોરોના ટેસ્ટ કરાવવાનું પણ સૂચન કરાયું છે.