ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
13 માર્ચ 2021
મહારાષ્ટ્ર સરકારે નિર્ણય કર્યો છે કે નંદુરબાર અને શાહદા શહેરમાં કાર્યરત રહેલી તમામ શાળાઓ અને કોલેજો તેમજ વસ્તી ગૃહ, કોચિંગ ક્લાસ અને શિક્ષણ વિભાગ સાથે જોડાયેલી તમામ ગતિવિધિઓ ને 31 માર્ચ સુધી બંધ કરવામાં આવે.
આ સમયગાળામાં બાળકોની પરીક્ષા શી રીતે થશે તે સંદર્ભે હજી કોઈ નિર્ણય લેવાયો નથી.વાત એમ છે કે નંદુરબાર જિલ્લામાં કોરોના ના જેટલા કેસ છે તેના ૮૦ ટકા કેસ નંદુરબાર શહેર તેમજ શાહદા વિસ્તારમાં છે. આથી સરકારને ન છૂટકે આ પગલું લેવું પડ્યું છે.
આ સિવાય બન્ને શહેરની અંદર આંશિક લોકડાઉન પણ લાગુ કરવામાં આવ્યું છે, જે હેઠળ તમામ ગતિવિધિઓ સાંજે સાત વાગ્યા પછી બંધ રહેશે.
