ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
14 ઓગસ્ટ 2020
કોરોના મહામારીના લીધે છેલ્લાં કેટલાંક મહિનાથી શૈક્ષણિક કાર્ય બંધ છે. ઉનાળા વેકેશન બાદ ફરી કયારે સ્કૂલ શરૂ થશે તેને લઇ ગણગણાટ ચાલતો હતો અને વાલીઓ સતત ચિંતિત ફરી રહ્યાં છે. દેશભરમાં કોરોના નો ચેક ઝડપથી ફેલાઈ રહ્યો છે આનો સંદર્ભ આપી વિદ્યાર્થીઓના વાલી સંગઠન અને વડાપ્રધાનને, ગૃહમંત્રાલય અને શિક્ષણ મંત્રાલય ને શાળા ન ખોલવા ની અપીલ કરી હતી.
આ ચર્ચાઓની વચ્ચે આજે મોટી જાહેરાત થઇ. વિદ્યાર્થી, શિક્ષકો અને પેરેન્ટસના કેટલાંય સપ્તાહના ભ્રમ બાદ માનવ સંસાધન વિકાસમંત્રી રમેશ નિશંક પોખરિયાલે કહ્યું કે "સ્કૂલો અને કોલેજે હમણાં તો નહીં જ ખુલે. અનલોક 3 ની માર્ગદર્શિકા હેઠળ ગૃહ મંત્રાલય એ 31 ઓગસ્ટ સુધી શાળાઓ, કોલેજો અને કોચિંગ સંસ્થાઓ ને બંધ રાખવાનો નિર્દેશ આપ્યો છે. આથી કેન્દ્ર સરકારનાં બીજા આદેશ સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. જે અંગે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી તેના આધારે આગળ નો કોઈ પણ નિર્ણય લેવાશે" એમ આજે શિક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું.
નોંધનીય છે કે આ સંબંધમાં દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ, એચઆરડી મંત્રી રમેશ પોખરિયાલ નિશંકને દિલ્હીમાં ફરીથી શાળાઓ ખોલવાની યોજના પર પત્ર લખ્યો હતો. તેમણે પોતાના પત્રમાં લખ્યું હતું કે ‘હવે સમય આવી ગયો છે કે કોરોનાનું સહઅસ્તિત્વ સ્વીકારી દેશમાં સ્કૂલોની ભૂમિકા નવેસરથી નક્કી કરવામાં આવે..'
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com