News Continuous Bureau | Mumbai
ઉત્તર પ્રદેશમાં(Uttar Pradesh) ભારે વરસાદ(Heavy rain) યથાવત છે. સમગ્ર રાજ્યમાં વરસાદ અને પૂરના(rain and floods) કારણે અલગ-અલગ ઘટનાઓમાં ૩૪ લોકોના મોત થયા છે. પૂરના પ્રકોપમાં ઘણા જિલ્લા સપડાઇ ગયા છે, પ્રશાસન તરફથી લખનૌ(Lucknow) સહિત ૪૫ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે લખનૌ સહિતના અનેક જિલ્લામાં શાળા બંધ(School closed) રહી છે વરસાદને કારણે રાજ્ય સરકારની(State Govt) ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા ફરીથી ઘણા જિલ્લાઓ માટે ચેતવણી જાહેર કરવામાં આવ્યા છે.
સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ મુરાદાબાદ(Moradabad), રામપુર(Rampur), બરેલી(Bareli) અને આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી(Very heavy rain warning) જાહેર કરવામાં આવી છે. ડીએમએ લખનૌ(DMA Lucknow) સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં બે દિવસ શાળાઓ બંધ રાખવા સૂચના આપી છે. હવામાન બુલેટિન(weather bulletin) અનુસાર, લખનૌ, મેરઠ, અલીગઢ, હાથરસ, મથુરા, કાંશીરામનગર સહિત ૪૦ થી વધુ જિલ્લાઓ માટે યલો એલર્ટ(Yellow Alert) જાહેર કરવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : પાટનગર દિલ્હીમાં પણ મુંબઈ જેમ નાઈટ લાઈફ- હવે રાત્રે પણ શોપિંગ અને આઉટિંગનો માણી શકશો આનંદ- એલજીએ આપી આ મંજૂરી
અહીં ભારે વરસાદ થાય તેવી આગાહી(Forecast) કરવામાં આવી છે. આવા સમયે, લલિતપુર, વારાણસી, પ્રયાગરાજ, સોનભદ્ર વગેરે વિસ્તારો માટે એલર્ટ નથી, પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જાહેર કરાયેલા આંકડા મુજબ મેરઠ અને અલીગઢમાં ભારે વરસાદ થયો હતો, જ્યા ૪૮ મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. જિલ્લાની તમામ શાળાઓને બંધ રાખવાનો આદેશ જિલ્લાની તમામ શાળાઓને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે