ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
02 નવેમ્બર 2020
કોરોના મહામારીના સંક્રમણની ગતિ ધીમી પડતા હવે રાજ્ય સરકારો શાળા ખોલવાની તૈયારી કરી રહી છે. 21 સપ્ટેમ્બરથી મળેલી છુટછાટ બાદ કેટલાંક રાજ્યોમાં શાળાઓ ખુલી ગઇ હતી. તો કેટલાંક શાળાઓ ખોલવાનું ટાળ્યુ હતુ. આજ (2 નવેમ્બર)થી ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં શાળાઓ ખુલી રહી છે. જોકે હાલ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા બહુ જ મર્યાદિત રહેવાની સંભાવના છે કારણ કે વાલીઓ બાળકોને શાળાએ મોકલવાની તરફેણમાં નથી. આજે જે રાજ્યોમાં શાળાઓ ખુલી રહી છે. તેમાં આસામ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ જેવા રાજ્યો સામેલ છે. આ ઉપરાંત દેશમાં હાજર કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય વિદ્યાલય ના દરવાજા પણ ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે ખોલવામાં આવશે.
#આંધ્રપ્રદેશઃ આંધ્રપ્રદેશમાં તબક્કા શાળાઓ ખોલવાની રાજ્ય સરકારે તૈયારીઓ કરી છે. વિદ્યાર્થીઓ માટે એક -એક દિવસ છોડીને વર્ગો ચાલશે જે બપોર સુધી ચાલશે. વર્ગખંડમાં માત્ર 16 વિદ્યાર્થીઓ જ બેસશે.
#ઉત્તરખંડઃ આ રાજ્યમાં પ્રથમ તબક્કામાં ધોરણે 10 અને 12ના વર્ગ શરૂ થશે કારણ કે તેમની બોર્ડની પરીક્ષા થવાની છે. સરકારે SoP ચાલુ રાખશે જેનું કડક પાલન કરવાનું રહેશે.
#આસામ: આસામમાં પણ આજથી ઓફલાઇન ક્લાસ શરૂ થઇ જશે. શરૂઆત માં 6 કે તેનાથી ઉપરના વર્ગો ચાલશે. આસામમાં વિદ્યાર્થીઓને ઇમ્યુનિટી વધારતી ટેબ્લેટ્સ આપવામાં આવશે. ક્લાસ સવારથી શરૂ થશે અને બે ગ્રૂપની વચ્ચેના સમયમાં સારું એવું અંતર રખાશે. .
#હિમાચલ પ્રદેશઃ હિમાચલ પ્રદેશમાં ધોરણ 9થી 12ના વર્ગો ચાલશે. કેન્દ્રની ગાઇડલાઇન મુજબ વાલીની લેખિત મંજૂરી આવશ્યક રહેશે.