ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
23 નવેમ્બર 2020
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સફળતાનું એક કારણ એ પણ છે કે, તેમને ખબર છે કે યોગ્ય વ્યક્તિને ક્યાં બેસાડવી અને તેની પાસેથી કેવી રીતે કામ કઢાવવું. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ હાલ મોદીના કેન્દ્રીય મંત્રાલયોમાં ફરજપર નિયુક્ત ઉચ્ચ ઓફિસરો એન્જિનિયર, ડૉક્ટર કે અન્ય ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ સિવીલ સર્વિસમા આવ્યાં છે.
2020 ની કેડરના 428 પૈકી 245 ઓફિસરો એન્જીયનિરીંગ ક્ષેત્રના છે. સરકારના સિવિલ સેવામાં ઉચ્ચસ્તરીય 84 સચિવો પૈકી 46 સાયન્સના ગ્રેજ્યુએટ છે. 28 એન્જીનિયરો છે. જ્યારે 22 ઓફિસરોએ આઇઆઇટી કાનપુર, દિલ્હી, ચેન્નાઇ અને મુંબઇથી અભ્યાસ કર્યો છે. મોદીની ટીમ ઇન્ડિયામાં એક એમબીબીએસ અને એક આયુર્વેદ ડોક્ટર પણ છે.
જો કે આ વિશ્વેષણમાં મહત્વની બાબત સામે આવી છે કે સિવિલ સર્વિસિઝના ઉચ્ચસ્થાનોમાં આઇઆઇટી કાનપુરના વિદ્યાર્થીઓ સૌથી આગળ છે.
@ જેમાં સુરક્ષા સચિવ ડો. અજયરુમાર કે જેઓ કેરાલા કેડરના 1985 બેચના અધિકારી છે તેમનો સમાવેશ થાય છે.
@ આ ઉપરાંત સુરક્ષા ઉત્પાદન સચિવ રાજકુમાર કે જેઓ 1987 બેચના ગુજરાત કેડરના અધિકારી છે.
@ ગ્રામીણ વિકાસ સચિવ નાગેન્દ્ર નાથ સિંહા કે જેઓ ઝારખંડના 1987 કેડરના ઓફિસર છે તેઓ કાનપુર આઇઆઇટીમાં ભણ્યાં છે.
@ સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રાલયથી જોડાયેલા આશુતોષ એક વૈજ્ઞાનિક છે જે 30 વર્ષ સુધી આઇઆઇટી કાનપુરથી જોડાયેલા રહ્યાં છે. તેઓ નેનો ટેકનોલોજીના પ્રોફેસર રહી ચૂક્યાં છે.
@ ચેન્નાઇ આઇઆઇટીમાંથી ગિરધર અરામને હાલ પરિવહન મંત્રાલયના સચિવ છે.
@ જ્યારે સાયન્સ વિભાગના સચિવ અને ઇસરોના ચેરમેન કે શિવન આઇઆઇટી મુંબઇના વિદ્યાર્થી રહી ચૂક્યાં છે.
ગુજરાતના ટોચના એક નિવૃત્ત આઇઆઇએસ ઓફિસરનું કહેવું છે કે સાયન્સ બેકગ્રાઉન્ડ વાળા વિદ્યાર્થીઓ સામાન્ય રીતે યૂપીએસસીની પરીક્ષા પાસ કરવામાં વધુ સફળ જોવા મળ્યાં છે. જેમાનું એક કારણ આઇઆઇટીમાં અભ્યાસ કરવા સાથે જે શિષ્ટતા અને અનુશાસન આવે છે તે એન્જીનિયરીંગ ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે યૂપીએસસી પરીક્ષા પાસ કરવામાં મદદગાર હોય છે.
આમ એક સમયે ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કર્યા બાદ બુધ્ધિ ધન વિદેશોમાં જતું રહેતું જોવા મળતું હતું એ ટ્રેન્ડ હવે બદલાયો છે અને સિવીલ સર્વિસ માં જોડાઈને દેશની સેવા કરતા વધુ જોવાં મળી રહયાં છે..