ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
14 જાન્યુઆરી 2021
સરકારી બાબુઓ આદતથી મજબુર હોય છે. જેનો દાખલો ફરી એકવાર જોવા મળ્યો છે. એક અધિકારી મુખ્યમંત્રીની હાજરીમાં જ લાંચ લેતાં ઝડપાઈ ગયાં છે. આ સમગ્ર કિસ્સો છે રાજસ્થાનનો.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત વધતા ભ્રષ્ટાચાર સામેની લડાઈ માટે ખાસ મિટિંગ લઈ રહયાં હતાં, ત્યારે મિટિંગ દરમ્યાન જ મોબાઈલ ફોન ઉપર લાંચ લેતા એક અધિકારી ઝડપાઇ ગયાં. મિટિંગમાં બેઠેલ એસડીએમ એ ફોન ઉપર જ લાંચની રકમ માંગી અને સ્વીકારતા એસીબીના હાથમાં ઝડપાઇ ગયાં હતાં.
સમગ્ર મામલે એસીબીએ 2 એસડીએમ અને પૂર્વ એસપીના દલાલ ને પકડી પાડ્યો છે. એસીબીએ દોષા જિલ્લાના પૂર્વ એસપીના 2 મોબાઈલ ને પણ જપ્ત કર્યા છે. અને એ પણ એસીબીના સકંજામાં આવી શકે છે.
દોષા જિલ્લાના બે એસડીએમ દ્વારા લાંચ લેવાનો આ સમગ્ર મામલો છે. દોષા જિલ્લામાં નેશનલ હાઇવે પસાર થઇ રહ્યો છે અને ખેડૂતોની જમીનના અધિગ્રહણ મામલે કમ્પની સામે કેસ ચાલી રહ્યો છે. આ મામલે એસપીને તાપસ સોંપાઈ છે. અધિકારીઓ ના દલાલ અને બંને એસડીએમ એ લાંચ માંગી હતી.
ઉલ્લેખનીય છે કે 30 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી અને એસીબી એ 2 કલાક સુધી મુખ્યમંત્રી કાર્યાલય બહાર લાંચિયા અધિકારીને ઝડપી લેવા માટે રાહ જોઈ હતી અને અંતે તેને ઝડપી લેવામાં આવી છે.
