ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ઑગસ્ટ, 2021
બુધવાર
કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના મુંબઈના ઘરની બહાર શિવસૈનિકોએ તોફાન કરવાનું ચાલુ રાખ્યું છે. ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ રાણેના નિવેદન બાદ શિવસેનાએ મુંબઈ, નાસિક અને પુણેમાં મોરચો ખોલ્યો છે. સાથે જ રાણેના નિવેદન પર ચાર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવવામાં આવી છે. આ સમગ્ર મામલાને જોતાં પોલીસે નારાયણ રાણેના ઘરની સુરક્ષા વધારી દીધી છે.
ઉલ્લેખનીય છે કે જન આશીર્વાદ યાત્રા દરમિયાન રાણેએ દાવો કર્યો હતો કે સ્વતંત્રતા દિવસના પ્રસંગે પોતાના સંબોધનમાં ઠાકરે એ ભૂલી ગયા કે દેશની આઝાદીને કેટલાં વર્ષ થયાં છે. આ શરમજનક છે કે મુખ્ય પ્રધાનને એ પણ નથી ખબર કે આપણે આઝાદ થયાને કેટલાં વર્ષ થયાં છે. ભાષણ દરમિયાન તે પાછળ વળીને આ અંગે પૂછતા જ રહ્યા હતા. જો હું ત્યાં હોત તો તેમના કાન નીચે એક થપ્પડ લગાવી દેત… આ નિવેદન સામે આવતાંની સાથે જ શિવસૈનિકો વીફર્યા હતા અને ઠેરઠેર હોબાળો મચાવી દીધો હતો.
રાડો કાંઇ પત્યો નથી : શિવસેનાના આ નેતા ના ઘર પર મોડી રાત્રે થયો હુમલો. જાણો વિગત