ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 ઑગસ્ટ, 2021
બુધવાર
ઉત્તર પ્રદેશના સંભલથી સમાજવાદી પાર્ટીના સાંસદ શફીકુર રહેમાન બર્ક વિરુદ્ધ કેસ દાખલ થયો છે.
બર્ક છાશવારે પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. આ આદતના કારણે તેમના પર રાજદ્રોહના આરોપમાં FIR થઈ છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજાની સરખામણી બર્કે ભારતના બ્રિટિશ રાજ સાથે કરી હતી.
સાંસદે કહ્યું કે હિન્દુસ્તાનમાં જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે તેમને હટાવવા માટે અમે સંઘર્ષ કર્યો, બરાબર એ જ રીતે તાલિબાને પણ પોતાના દેશને આઝાદ કર્યો.
બર્કે તાલિબાનના વખાણ કરતા કહ્યું હતું કે આ સંગઠને રશિયા, અમેરિકા જેવા શક્તિશાળી દેશોને પોતાના દેશમાં રહેવા દીધા નહીં.
તેમના સિવાય અન્ય બે લોકોએ પણ સોશિયલ મીડિયામાં વીડિયોમાં આવી જ વાતો કરી છે. તેમના વિરુદ્ધ પણ કેસ દાખલ થયો છે.
નોંધનીય છે કે તાલિબાને અફઘાનિસ્તાનની સરકારને હટાવી દેતા ત્યાં પોતાનું નિયંત્રણ સ્થાપિત કર્યું છે.
આ તો વેપારીઓ પર કેવી આફત? બે દિવસમાં જ મૉલ પાછા બંધ થઈ ગયા; જાણો વિગત