Site icon

પશ્ચિમ બંગાળથી મોટા સમાચાર : ભાજપના ધારાસભ્યની લાશ મળી. હત્યા કે આત્મહત્યા?

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

કોલકાતા

Join Our WhatsApp Community

13 જુલાઈ 2020

 પશ્ચિમ બંગાળના દીનાજપૂરના હેમતાબાદ ખાતે આવેલ એક બજારમાંથી ભાજપના વિધાનસભ્ય દેવેન્દ્ર નાથ રેનો મૃતદેહ એક દુકાનની છત સાથે લટકતો મળી આવતા, વહેલી સવારે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.

 ભાજપનો આરોપ છે કે "તેમના વિધાનસભ્યની હત્યા કરવામાં આવી છે, જેને આત્મહત્યામાં ખપાવવાનો પોલિટીકલ પાર્ટીઓ દ્વારા પ્રયાસ થઈ રહ્યો છે. દેવેન્દ્ર નાથ નો ગુનો એ હતો કે તેઓ અન્ય પક્ષ છોડી ભાજપમાં જોડાયા હતા. જે ઘણાં વિપક્ષીઓને ગમ્યું ન હતું." આમ ભાજપે મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસનું નામ લીધા વિના તેમના તરફ શંકાની સોઇ તાકી હતી.

      જ્યારે પશ્ચિમ બંગાળ પોલીસે આ અંગે માહિતી આપી જણાવ્યું કે "મૃતકના શર્ટના ખિસ્સામાંથી એક સુસાઈડ નોટ મળી આવી છે જેમાં તેમણે બે લોકોને જવાબદાર ઠેરવ્યા છે."  આ ઘટનાની જાણ થતાં જ ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ કોલકાતાના ઉત્તર દિનાજપુર ખાતે આજે બાર કલાકના બંધનું એલાન કર્યું હતું…

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ આ ઘટનાને 'ઘોર હત્યા' ગણાવી હતી અને આરોપ લગાવ્યો હતો કે ત્યાંના મુખ્યમંત્રી મમતા બેનર્જીની અધ્યક્ષતામાં "ગુંડા રાજ'' ચાલી રહ્યું છે અને આ ઘટના કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા બતાવે છે.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2ZXt4gs 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Maharashtra Weather: રાજ્યમાં વરસાદી વિરામ: મુંબઈ-પુણે સહિત મહારાષ્ટ્રમાં આકાશ ચોખ્ખું થશે, વિદર્ભના બે જિલ્લામાં હળવા વરસાદની આગાહી.
Terror Plot Foiled: આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ: મહારાષ્ટ્રમાંથી ISIS સાથે જોડાયેલા બે શંકાસ્પદ ઝડપાયા, પાકિસ્તાની હેન્ડલર્સ સાથે હતા સંપર્કમાં
Mumbai Relief: LPG સપ્લાય અપડેટ: ભારતનું ૪૪ હજાર ટન ગેસ ટેન્કર મુંબઈ ભણી, જાણો બાકીના ૧૭ ટેન્કરોની શું છે સ્થિતિ.
Maharashtra Politics: રાજકીય ભૂકંપના સંકેત! સુનેત્રા પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ફોન પર વાતચીત, નવા ગઠબંધનની ચર્ચાઓ તેજ.
Exit mobile version