ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ,13 એપ્રિલ 2021.
મંગળવાર.
કોરોનાના દર્દીઓની હોસ્પિટલની બેદરકારીને લીધે થયેલા મૃત્યુની માહિતી સામે આવી રહી છે. મુંબઈ શહેરના નાલાસોપારા વિસ્તારની એક હોસ્પિટલમાં ઓક્સિજનની અછતને કારણે સાત કરોના દર્દીઓના મૃત્યુ નિપજયા છે. તેવો આરોપ તે વિસ્તારના સ્થાનિક લોકો અને મૃત્યુ પામેલા દર્દીઓનો પરિવારજનોએ હોસ્પિટલ પર મૂક્યો છે. બાદમાં ગુસ્સે થયેલા પરિવારજનોએ હોસ્પિટલની બહાર ખૂબ હંગામો મચાવ્યો.
જોકે હોસ્પિટલના ડોક્ટરોએ લોકો દ્વારા લગાડવામાં આવેલા આરોપનો સાફ ઇન્કાર કર્યો હતો અને જણાવ્યું કે, આ હોસ્પિટલમાં ફક્ત એવાજ દર્દીઓને દાખલ કરવામાં આવે છે કે જેઓ ગંભીર રોગથી પીડાતા હોય . હાલમાં જે દર્દીઓના મૃત્યુ થયા છે, તેમની મૃત્યુ નું કારણ યા તો તેમની ઉંમર છે અથવા તેમને થયેલી બીજી ગંભીર બીમારી છે.
આ એક સંદિગ્ધ કેસ છે. જો કે આ સંદર્ભે હજી સુધી પોલીસ તરફથી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.