ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ફેબ્રુઆરી 2022
બુધવાર.
અરુણાચલ પ્રદેશના કામેંગ સેક્ટરમાં હિમસ્ખલન દરમિયાન ભારતીય સેનાના ઘાયલ સાત જવાન શહીદ થઈ ગયા છે.
હિમસ્ખલનમાં ફસાઈ ગયેલા જવાનોને બચાવવા માટે લશ્કરે અથાગ પ્રયાસ કર્યા હતા, છતાં તેમને બચાવવામાં નિષ્ફળતા મળી હતી. છ ફેબ્રુઆરીના સેનાના જવાન ફસાયા હતા. બે દિવસ બાદ સાત જવાનો શહીદ થયા હોવાના અહેવાલને સેનાએ સમર્થન આપ્યુ હતું.
અરુણાચલ પ્રદેશતિલ કામેંગ સેક્ટરના ઉચ્ચ શિખર પર છેલ્લા થોડા દિવસથી ખરાબ મોસમ ચાલી રહ્યું છે. પવન અને ભારે હિમવર્ષા થઈ રહી છે. આ દરમિયાન કામેંગ સેક્ટરમાં ઊંચાઈ પર હિમસ્ખલનની ઘટના બની હતી. જેમાં લશ્કરના સાત જવાનો ફસાઈ ગયા હતા.
હેં! મહારાષ્ટ્રમાં હવે રજાના દિવસે પણ સ્કૂલો ચાલુ રહેશે, આ છે કારણ… જાણો વિગત
તેમને શોધવા માટે લશ્કરે ભારે પ્રયાસ કર્યા હતા, પંરતુ તેમાં સફળ થઈ શકયા નહોતા. સેનાની આ ટુકડી કામેંગ સેકટરમાં ઊંચાઈ પર પેટ્રોલિંગ દરમિયાન હિમસ્ખલનમાં ફસાઈ ગઈ હતી.