ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો મુંબઈ 18 જુન 2020 સાત ટાપુના બનેલા મુંબઈને 7 જળાશયો દાયકાઓથી પાણી પૂરું પાડે છે. મુંબઈને પાણી પુરવઠો પૂરો પાડતાં આ જળાશયો અને તેના પરિસરમાં વરસાદ વરસવાનું શરૂ થયું છે. મુંબઈ મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના જણાવ્યા મુજબ અત્યાર સુધી જળાશયોમાં 164 થી 264 મિલી મીટર સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે. હાલ આગામી 15 દિવસ સુધી આખા મુંબઇને ચાલે તેટલું પાણી જળાશયોમાં જમા છે. ગયા ચોમાસામાં પણ સારો એવો વરસાદ વરસ્યો હોવાથી આ વર્ષે મુંબઈના સાથે જળાશયોની સપાટી ઓછામાં ઓછી નિર્ધારિત લઈને થી નીચે ગઈ નથી. જેનું એક કારણ છે દેશમાં લાગુ કરાયેલો લોકડાઉન.. કારણ કે લોકડાઉન ના સમયમાં સિમિગપુલ, ફાઈવ સ્ટાર હોટલ, કન્સ્ટ્રકશન, ખાનગી ઓફિસો વગેરે બંધ હોવાથી વિપુલ પ્રમાણમાં પાણીનો જથ્થો બચ્યો છે. અંદાજે દરરોજ 500 થી 600 મિલી.લીટર રોજ પાણીની બચત થઈ છે. મુંબઈને કુલ 7 જળાશયો પાણી પૂરું પાડે છે, જેમાં અપર વૈતરણા, મિડલ વૈતરણા, ભાતસા ડેમ, તાનસા, મોદક સાગર, વિહાર લેક અને તુલસી લેક નો સમાવેશ થાય છે…. ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ. News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ) YouTube : https://www.youtube.com/NewsContinuous Twitter : https://twitter.com/NewsContinuous Facebook : https://www.facebook.com/newscontinuous Instagram : https://www.instagram.com/newscontinuous/ Email : TheNewsContinuous@gmail.com
|