News Continuous Bureau | Mumbai
Western Railway news પશ્ચિમ રેલવેના અમદાવાદ–વિરમગામ સેક્શનમાં ચાંદલોડિયા–આંબલી રોડ–ગોરાઘુમા–સાણંદ સ્ટેશનો વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ સ્થાપન કાર્ય માટે 27 અને 28 ડિસેમ્બર 2025ના રોજ નોન-ઇન્ટરલોકિંગ કાર્ય માટે બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. વિગતો નીચે મુજબ છે:
*રદ્દ કરાયેલ ટ્રેનો*
1. તારીખ 27.12.2025ની ટ્રેન નંબર 22959 વડોદરા–જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ્દ રહેશે.
2. તારીખ 28.12.2025ની ટ્રેન નંબર 22960 જામનગર–વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ્દ રહેશે.
*આંશિક રીતે રદ્દ કરાયેલ ટ્રેનો*
1. તારીખ 28.12.2025 અને 29.12.2025ની ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ–વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલ–સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.
2. તારીખ 27.12.2025 અને 28.12.2025ની ટ્રેન નંબર 19120 વેરાવળ–ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી એક્સપ્રેસ સુરેન્દ્રનગર–ગાંધીનગર કેપિટલ વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.
*પરિવર્તિત માર્ગથી ચાલનારી ટ્રેનો*
1. તારીખ 27.12.2025ની ટ્રેન નંબર 22957 ગાંધીનગર કેપિટલ–વેરાવળ સુપરફાસ્ટ એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ ગાંધીનગર કેપિટલ–ચાંદલોડિયા–વિરમગામના બદલે પરિવર્તિત માર્ગે ગાંધીનગર કેપિટલ–કલોલ–કાટોસણ રોડ–વિરમગામ ના માર્ગ થી દોડશે. આ ટ્રેન ચાંદલોડિયા નહીં જાય.
2. તારીખ 27.12.2025ની ટ્રેન નંબર 12972 ભાવનગર–બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ બોટાદ–વિરમગામ–અમદાવાદના બદલે પરિવર્તિત માર્ગે બોટાદ–ગાંધીગ્રામ–સાબરમતીના માર્ગ થી દોડશે. આ ટ્રેન વિરમગામ, સુરેન્દ્રનગર ગેટ, જોરાવર નગર, લિંબડી અને રાણપુર સ્ટેશનો પર નહીં જાય.
3. તારીખ 27.12.2025ની ટ્રેન નંબર 09037 બાંદ્રા ટર્મિનસ–ભુજ સ્પેશિયલ પોતાના નિર્ધારિત માર્ગ અમદાવાદ–વિરમગામ–ધ્રાંગધ્રા–સમાખ્યાળી ના બદલે પરિવર્તિત માર્ગે અમદાવાદ–મહેસાણા–ભીલડી–સમાખ્યાળી ના માર્ગથી દોડશે. આ ટ્રેન ધ્રાંગધ્રા સ્ટેશન પર નહીં જાય.
4. તારીખ 27.12.2025ની ટ્રેન નંબર 22990 મહુવા–બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ બોટાદ–વિરમગામ–અમદાવાદના બદલે પરિવર્તિત માર્ગે બોટાદ–ગાંધીગ્રામ–સાબરમતીના માર્ગથી દોડશે. આ ટ્રેન સુરેન્દ્રનગર ગેટ અને વિરમગામ સ્ટેશનો પર નહીં જાય.
5. તારીખ 27.12.2025ની ટ્રેન નંબર 19255 સુરત–મહુવા એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ અમદાવાદ–વિરમગામ–બોટાદના બદલે પરિવર્તિત માર્ગે અમદાવાદ–સાબરમતી–ગાંધીગ્રામ–બોટાદના માર્ગથી દોડશે. આ ટ્રેન સુરેન્દ્રનગર ગેટ અને વિરમગામ સ્ટેશનો પર નહીં જાય.
6. તારીખ 27.12.2025ની ટ્રેન નંબર 12971 બાંદ્રા ટર્મિનસ–ભાવનગર એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ અમદાવાદ–વિરમગામ–બોટાદના બદલે પરિવર્તિત માર્ગે અમદાવાદ–સાબરમતી–ગાંધીગ્રામ–બોટાદના માર્ગથી દોડશે. આ ટ્રેન વિરમગામ, સુરેન્દ્રનગર ગેટ, જોરાવર નગર, લિંબડી અને રાણપુર સ્ટેશનો પર નહીં જાય.
7. તારીખ 27.12.2025ની ટ્રેન નંબર 20937 પોરબંદર–દિલ્લી સરાય રોહિલ્લા એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ વિરમગામ–ચાંદલોડિયા–મહેસાણા ના બદલે પરિવર્તિત માર્ગે વિરમગામ–મહેસાણા–પાલનપુર ના માર્ગથી દોડશે. આ ટ્રેન ચાંદલોડિયા સ્ટેશન પર નહીં જાય.
8. તારીખ 27.12.2025ની ટ્રેન નંબર 14311 બરેલી–ભુજ એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ મહેસાણા–ચાંદલોડિયા B–વિરમગામના બદલે પરિવર્તિત માર્ગે મહેસાણા–વિરમગામ–સમાખ્યાળી ના માર્ગથી દોડશે. આ ટ્રેન ચાંદલોડિયા સ્ટેશન પર નહીં જાય.
9. તારીખ 27.12.2025ની ટ્રેન નંબર 22958 વેરાવળ–ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ વિરમગામ–ચાંદલોડિયા–ગાંધીનગર કેપિટલના બદલે પરિવર્તિત માર્ગે વિરમગામ–કાટોસણ રોડ–કલોલ–ગાંધીનગર કેપિટલ ના માર્ગથી દોડશે. આ ટ્રેન ચાંદલોડિયા સ્ટેશન પર નહીં જાય.
આ સમાચાર પણ વાંચો : Gold Price: સોનું ખરીદવાની નવી રીત! ભાવ વધતા લોકોએ ૨૨ કેરેટથી ફેરવ્યું મોઢું; જાણો ૧૪ અને ૧૮ કેરેટના ઘરેણાં કેમ બની રહ્યા છે પહેલી પસંદ
10. તારીખ 28.12.2025ની ટ્રેન નંબર 26901 સાબરમતી–વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ સાબરમતી–ચાંદલોડિયા–વિરમગામના બદલે પરિવર્તિત માર્ગે સાબરમતી–કલોલ–કાટોસણ રોડ–વિરમગામ ના માર્ગથી દોડશે.
11. તારીખ 28.12.2025ની ટ્રેન નંબર 22926 ઓખા–અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ વિરમગામ–ચાંદલોડિયા–અમદાવાદના બદલે પરિવર્તિત માર્ગે વિરમગામ–કાટોસણ રોડ–કલોલ–અમદાવાદ ના માર્ગથી દોડશે. આ ટ્રેન સાણંદ અને સાબરમતી (જેલ સાઈડ) પર નહીં જાય; આ દરમિયાન સાબરમતી (ધરમનગર સાઈડ) સ્ટેશન પર રોકાશે.
ટ્રેનોના રોકાણ, સમય અને રચના અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને તપાસ કરી શકે છે.