News Continuous Bureau | Mumbai
Railway news : ઉત્તર ભારતમાં ચોમાસા(Monsoon)ના વરસાદે (Rain) ભારે તબાહી મચાવી છે. હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધીમાં કુલ 20 લોકોના મોત થયા છે, જ્યારે દિલ્હીમાં 5 લોકોએ જીવ ગુમાવ્યા છે. પૂરના કારણે અનેક લોકો બેઘર પણ બન્યા છે. દરમિયાન ભારે વરસાદને કારણે રેલ યાતાયાત(Indian Railway) પર પણ અસર પડી .છે જેથી પશ્ચિમ રેલવે(Western railway) ના વડોદરા ડિવિઝન (Vadodara division )માંથી પસાર થતી ઉત્તર રેલવેની સરહિંદ-નાંગલ ડેમ, ચંદીગઢ-સનેહવાલ, સહારનપુર-અંબાલા અને અંબાલા-દિલ્હી વિભાગોમાં ભારે વરસાદને કારણે પશ્ચિમ રેલવેની ટ્રેનોને અસર થશે.
રદ કરાયેલી ટ્રેન
• તારીખ 13.07.2023 ના રોજ ટ્રેન નંબર 22451 બાંદ્રા ટર્મિનસ – ચંદીગઢ એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.
• તારીખ 13.07.2023 ના રોજ ટ્રેન નંબર 12471 બાંદ્રા ટર્મિનસથી શ્રી માતા વૈષ્ણો દેવી સ્વરાજ
એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.
• તારીખ 13.07.2023 ના રોજ ટ્રેન નંબર 12925 મુંબઈ સેન્ટ્રલ થી અમૃતસર એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.
આ સમાચાર પણ વાંચો: Jawan : નયનતારા ના પતિ વિગ્નેશ શિવાને વાત વાત માં આપ્યું ‘જવાન’ નું સ્પોઈલર, શાહરૂખ ખાન ની ટ્વીટનો આપ્યો આ જવાબ