Site icon

SGVCL: દક્ષિણ ગુજરાત વીજ કંપનીને A+ રેટિંગ રાષ્ટ્રીય સ્તરે પ્રથમ સ્થાન, વીજ કંપની લિમિટેડે 97.5 સ્કોર સાથે સર્વોચ્ચ A+ ગ્રેડ મેળવ્યો

SGVCL: દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ સર્વોચ્ચ A+ રેટિંગ સાથે રાષ્ટ્રીય સ્તરે સન્માનીતઃ

SGVCL South Gujarat Power Company ranks first at the national level with A+ rating

SGVCL South Gujarat Power Company ranks first at the national level with A+ rating

News Continuous Bureau | Mumbai

SGVCL: ભારત સરકારના ઊર્જા મંત્રાલય દ્વારા ફેબ્રુઆરી ૨૦૨૫માં પ્રસિધ્ધ કરાયેલ 13th Annual Integrated Rating & Ranking: Power Distribution Utilities અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડને નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે ૯૭.૫ ના સ્કોર અને A+ (એ – પ્લસ) ગ્રેડ સાથે જાહેર સાહસની વીજ વિતરણ કંપનીઓમાં પ્રથમ સ્થાન અને સંયુક્ત (જાહેર તથા ખાનગી) વીજ વિતરણ કંપનીઓમાં દ્વિતીય સ્થાન મેળવ્યું છે. ગુજરાત રાજ્યની જાહેર સાહસની ચારેય વીજ વિતરણ કંપની દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ને A+ (એ – પ્લસ) ગ્રેડ મેળવ્યો છે અને તમામને સર્વોચ્ચ દશ કંપનીઓમાં સ્થાન પ્રાપ્ત થયું છે.
ભારત સરકારના ઊર્જા મંત્રાલય દ્વારા વાર્ષિક ધોરણે વીજ વિતરણ કંપનીના રેટિંગ્સ પ્રસિધ્ધ કરવામાં આવે છે. આ વર્ષે જાહેર સાહસોની ૪૨ અને ખાનગી ૧૦ એમ કુલ ૫૨ વીજ વિતરણ કંપનીઓનું સુચારું સંચાલન, નાણાકીય સંલગ્ન ઉમદા કામગીરી, સુધારણા, ઉત્તમ કાર્યવાહન, ડિસ્ટ્રિબ્યુશન લોસ, બિલિંગ એફિશિયન્સી, કલેક્શન એફિશિયન્સી તેમજ કોર્પોરેટ ગવર્નન્સ જેવા વિવિધ પાસાઓના વિશ્લેષણ બાદ આ રેટિંગ બહાર પાડવામાં આવ્યું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: BJP Kalash Yatra: પ્રયાગરાજના પવિત્ર જળનું સ્નાન મુંબઇમાં થશે, મહાશિવરાત્રી નિમિત્તે બોરીવલીમાં પવિત્ર જળની સ્નાન અને આચમન વ્યવસ્થા
SGVCL: આ પ્રસંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરશ્રી યોગેશ ચૌધરી (IAS) એ કંપનીના લાઇન સ્ટાફ થી માંડીને ચીફ ઇજનેર તેમજ ફિલ્ડ ઓફિસ થી લઈ વહીવટી ઓફિસના તમામ વિભાગોના સર્વે કર્મચારીગણને અભિનંદન પાઠવ્યા હતા. વિશેષતઃ કંપનીના માનવંતા વીજગ્રાહકોનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે ડીજીવીસીએલનું ગ્રાહકલક્ષી વલણ, તકનીકી સુધારાઓ, સુદ્રઢ વીજ માળખું, ઉમદા સંચાલન અને માનવંતા વીજ ગ્રાહકોનાં સહકારને કારણે જ આ બહુમાન મળ્યું છે. ઉપરાંત, આ સિદ્ધિથી સંતુષ્ટ ન થતા ભવિષ્યમાં પણ આ પ્રકારની ઉમદા કામગીરી કરી માનવંતા વીજગ્રાહકોને ઉત્તમ વીજ સેવા પૂરી પાડવા તમામને કટિબધ્ધ રહેવા માટેની શુભેચ્છાઓ પાઠવી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

Chhatrapati Sambhajinagar: સનસનાટી! ભીડની વચ્ચે અચાનક ‘ખૂની ખેલ’, સરેઆમ હત્યાનો ડરામણો વીડિયો CCTV માં કેદ!
Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
Exit mobile version