ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૧ જૂન ૨૦૨૧
સોમવાર
રાષ્ટ્રવાદી કૉન્ગેસના અધ્યક્ષ શરદ પવારે હૉટેલિયર્સ અને રિટેલરોને રાજ્ય સરકાર દ્વારા દૈનિક ઑપરેટિંગ કલાકો લંબાવાની માગ અંગે ટૂંક સમયમાં સકારાત્મક નિર્ણય લેવાની ખાતરી આપી છે. ઇન્ડિયન હૉટેલ્સ ઍન્ડ રેસ્ટોરાં ઍસોસિયેશન અને ફેડરેશન ઑફ રિટેલ ટ્રેડર વેલ્ફેર ઍસોસિયેશન અનુસાર, પવારે આ મુદ્દે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સહિત સંબંધિત અધિકારીઓને વાત કરી છે.
દરમિયાન, અહેવાલો સૂચવે છે કે પવાર સાથેની તેમની વાતચીત પછી મુખ્ય પ્રધાને મંગળવારે ટાસ્ક ફોર્સ, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર અને અન્ય હોદ્દેદારોની એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે, જેમાં રેસ્ટોરાં, બાર અને રિટેલરોની હાલની સાંજના ચાર વાગ્યેની મુદત વધારવાની માંગ અંગે નિર્ણય લેવામાં આવશે. આ બેઠકના પરિણામના આધારે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈ લેવલ વન માટે લાયક હોવા છતાં, મુંબઈમાં લેવલ 3 પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, જેમાં મૉલ્સ, મલ્ટિપ્લેક્સ ખૂલશે નહિ. રેસ્ટોરાંમાં બેસીને ખાવાની પણ સાંજે ચાર વાગ્યા સુધી મંજૂરી આપવામાં આવી છે અને શનિવારે અને રવિવારે બંધ રાખવા પણ નિર્દેશ કરાયો છે.