News Continuous Bureau | Mumbai
રાજ્યસભાની ચૂંટણીના પરિણામોથી (Rajya Sabha Election Result) એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે દેવેન્દ્ર ફડણવીસનો(Devendra Fadnavis) જાદુ ગયો નથી તેમજ શિવસેનાને(ShivSena) વધુ પડતો આત્મવિશ્વાસ રાખવાનું નકારાત્મક પરિણામ મળ્યું છે. બીજી તરફ શરદ પવારે(Sharad Pawar) પોતાની ગાદી સાચવી રાખી છે. આ પરિણામોને કારણે દેવેન્દ્ર ફડણવીસ નવા ચાણક્ય તરીકે જોવામાં આવી રહ્યાં છે. ફડણવીસના ચમત્કારને ખુદ શરદ પવારે સલામ કરી છે.
શરદ પવારે પરિણામ પછી કહ્યું કે રાજ્યસભા ચૂંટણીના પરિણામનો ચમત્કાર સ્વીકારવો પડશે. તેમણે કહ્યું, ‘છઠ્ઠી સીટ માટે બંને પક્ષો પાસે જરૂરી સંખ્યા ન હતી. ભાજપ(BJP) અમારા સમર્થક અપક્ષ ધારાસભ્યોને(MP) પોતાની સાથે લાવવામાં સફળ રહ્યું હતું. આપણે આ ચમત્કાર સ્વીકારવો પડશે. ફડણવીસ અને તેમના સહયોગીઓ અલગ અલગ રીતે સ્વતંત્ર ધારાસભ્યોનું સમર્થન મેળવવામાં સફળ રહ્યા.
આ સમાચાર પણ વાંચો : રાજ્યસભામાં પ્રથમવાર મહિલા સાંસદોની સંખ્યા રેકોર્ડ સ્તર પર પહોંચી- બન્યો નવો રેકોર્ડ- જાણો કેટલી મહિલા સાંસદો રાજ્યસભામાં પહોંચી