Sharad Pawar Health :રાજકારણના ચાણક્ય ગણાતા શરદ પવારની તબિયત લથડી, આગામી ચાર દિવસના આયોજિત કાર્યક્રમો રદ! જાણો શું થયું છે તેમને..

Sharad Pawar Health :રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અને મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા શરદ પવારની તબિયત લથડી છે. આ કારણે, આગામી ચાર દિવસના તેમના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.

by kalpana Verat
Sharad Pawar Health Sharad Pawar's Public Events Over Next 4 Days Cancelled Due To Ill-Health

News Continuous Bureau | Mumbai

 Sharad Pawar Health : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અને મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા શરદ  પવારે તેમનો આગામી 4 દિવસનો પ્રવાસ રદ કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમની તબિયત બગડી ગઈ છે. ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. જે બાદ પવારે તેમનો 4 દિવસનો પ્રવાસ રદ કર્યો છે.

 Sharad Pawar Health :ખાંસીના કારણે બોલવામાં તકલીફ  

મીડિયા રિપોર્ટ મુજબ શરદ પવારને ખાંસીના કારણે બોલવામાં તકલીફ પડી રહી છે. તેથી, તેઓ કાર્યક્રમોમાં ભાષણ આપી શકતા નથી. પરિણામે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર) એ માહિતી આપી છે કે આગામી ચાર દિવસ માટેના તેમના તમામ આયોજિત કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. NCP (SP) પાર્ટીના પ્રમુખ શરદ પવારે તબિયત બગડતા તેમના તમામ પ્રવાસ રદ કર્યા છે. ડોક્ટરોએ તેમને ચાર દિવસ આરામ કરવાની સલાહ આપી છે.  

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના રાજકારણમાં નવા જૂનીનાં એંધાણ… અમિત શાહે શિંદેની ખુરશી નારાજ છગન ભુજબળને આપી; ચર્ચાનું બજાર ગરમ…

 Sharad Pawar Health :આરામ કરવાની સલાહ 

ડોક્ટરોએ શરદ પવારને થોડા દિવસો સુધી સતત વ્યસ્ત રહેવાનું ટાળવાની સલાહ પણ આપી છે. હાલ પૂરતું, શરદ પવાર ઘરે આરામ કરશે કારણ કે તેમને શરદી થઈ છે. શરદ પવાર હાલમાં પુણેમાં છે. ટૂંક સમયમાં મુંબઈ પરત ફરી શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More