Site icon

શું ફરી એકવાર સંકટમોચક બનશે શરદ પવાર- ઉદ્ધવ ઠાકરે સાથે મિટિંગ પછી રાજનીતિનું એવું પતું ઉતર્યા કે એકનાથ શિંદે પણ વિચારતા થઈ ગયા- જાણો શરદ પવારના માસ્ટર પ્લાન વિશે

Uddhav Thackeray meets Sharad Pawar

મહારાષ્ટ્રમાં ગમે ત્યારે રાજકીય ભૂકંપ? ઉદ્ધવ ઠાકરેની શરદ પવાર સાથેની મુલાકાત બાદ આજે બંને મોટા નેતાઓ ફરી મુલાકાત કરશે

News Continuous Bureau | Mumbai 

શિવસેના(Shivsena)માં ઘેરી બનેલી કટોકટી વચ્ચે શરદ પવારે(NCP chief Sharad Pawar) દિલ્હી ખાતે નિવેદન આપ્યું હતું કે હાલ શિવસેનામાં આંતરિક લડાઈ થઈ છે જેનાથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ને કોઈ નિસ્બત નથી. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું હતું કે લડાઈ ગમે તેટલી ઘેરી બને પરંતુ મહાવિકાસ આઘાડી(MVA Govt)ની સરકાર જેમની તેમ રહેશે. હવે આ દિશામાં શરદ પવારે પગલાં ઉચકવાના શરૂ કર્યા છે. શરદ પવારે ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) સાથે મિટિંગ કરીને પોતાના નિકટવર્તી નેતાઓને જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી(BJP)નો દાવ ઊંધો પાડવા માટે એકનાથ શિંદે(Eknath Shinde) ને મુખ્યમંત્રી બનાવી દેવા જોઈએ તેમજ ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપીને પાર્ટી સંભાળવી જોઈએ.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :શું આજે ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપશે- અફવાનું બજાર ગરમ

આ માટે શરદ પવારે હિલચાલ શરૂ કરી દીધી છે અને પોતાનો સંદેશો એકનાથ શિંદે સુધી પહોંચાડી રહ્યા છે કે તેઓ પોતે સીધા ગવર્નર (governor) પાસે પહોંચી જાય અને મુખ્યમંત્રી તરીકેના શપથ લઈ લે. આ માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી તેમને સમર્થન આપશે અને સત્તા સ્થાપનનો માર્ગ મોકળો થશે. બીજી તરફ શિવસેના પાર્ટી ના બે ટુકડા થતા બચી જશે. શરદ પવારની આ ઓફર ગમે તે નેતાને પીગળાવી દે તેવી છે. હવે જોવાનું એ રહે છે કે એકનાથ શિંદે આ સંદર્ભે શું પ્રતિભાવ આપે છે.

Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Gujarat Gas New Connections: ગુજરાત સરકારની જાહેરાત; હોટલોને જરૂરિયાત મુજબ તરત જ મળશે PNG કનેક્શન, જાણો નવી પ્રક્રિયા અને ફાયદા
Exit mobile version