News Continuous Bureau | Mumbai
Raj Thackeray Sharad Pawar: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી આશરે ત્રણ મહિનાના દૂર છે પરંતુ જાતિવાદનું સમીકરણ અત્યારથી જ જોડાઈ રહ્યું છે. એક તરફ મરાઠા આરક્ષણ માટે આંદોલન કાર્યો રસ્તા પર બેઠા છે ત્યારે ઓબીસી સમાજના નેતાઓ પોતાના કોટામાંથી આરક્ષણ આપવા તૈયાર નથી. આ પરિસ્થિતિમાં જાતિગત રીતે મહારાષ્ટ્રમાં ગમે તે ઘડીએ ભડાકો થઈ શકે છે તેવી આગાહી રાજ ઠાકરે ( Raj Thackeray ) કરી છે. આ ઉપરાંત તેમણે શરદ પવારને ચેતવ્યા છે કે મહારાષ્ટ્રમાં મણીપુર ( Manipur ) જેવી પરિસ્થિતિ પેદા ન થાય તેનું પૂરું ધ્યાન રાખવું જોઈએ.
Raj Thackeray Sharad Pawar: શરદ પવાર અને જાતિવાદને શું સંબંધ?
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ શરદ પવાર ( Sharad Pawar ) મુખ્યમંત્રી એકનાથ શિંદે ને મળ્યા હતા. તેમજ અજીત પવાર ગ્રુપના નેતાઓ પણ શરદ પવારને મળ્યા હતા. આ તમામ નેતાઓનું કહેવું હતું કે મરાઠા આરક્ષણ ( Maratha reservation ) સંદર્ભે શરદ પવાર દ્વારા ગતિરોધ ઊભો કરવામાં આવી રહ્યો છે. જેથી આગામી ચૂંટણીમાં તેમને લાભ થઈ શકે. જોકે આ સમગ્ર વિવાદ સંદર્ભે શરદ પવાર દ્વારા હજી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. બીજી તરફ આજે પત્રકારો સાથે વાતચીત કરતા રાજ ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્રનું ( Maharashtra ) મણીપુર ન થાય તેનું ધ્યાન રાખવાની જવાબદારી શરદ પવારની છે. આમ આરક્ષણના મામલે હવે દરેક વ્યક્તિ શરદ પવાર પર આંગળી તાકી રહ્યું છે
આ સમાચાર પણ વાંચો: Indian banks : ભારતીય બેંકો માં 78,000 કરોડ રૂપિયાના કોઈ દાવેદાર નથી.
